મોબાઈલ કોલ રિંગ 30 સેકન્ડ અને લેન્ડલાઈન 60 સેકન્ડ વાગશેઃ TRAIનો નિર્ણય
ટ્રાઈએ વધુમાં જણાવ્યું કે, `જોકે, સામેની પાર્ટી તરફથી જો 90 સેકન્ડ સુધી કોઈ જવાબ ન આવે તો જે સેવા પ્રદાતા કંપની તરફથી કોલ કરાયો હોય તે જવાબ ન આપવામાં આવેલો ફોન કટ કરી શકે છે.`
નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા() દ્વારા મોબાઈલ ફોન રિંગનો સમય 30 સેકન્ડ અને લેન્ડલાઈન કોલની રિંગનો સમય 60 સેકન્ડ નક્કી કરવામાં આવ્યો છે. ટ્રાઈએ જણાવ્યું કે, સામેની વ્યક્તિ જવાબ ન આપે અથવા તો સબસ્ક્રાઈબર ફોન કટ ન કરે તેવા સંજોગોમાં ઉપરોક્ત સમય સુધી રિંગ વાગવી જોઈએ.
ટેલિફોન સેવા અને સેલ્યુલર મોબાઈલ સેવાની ગુણવત્તાના નિયમોમાં સુધારો કરતા ટ્રાઈએ જણાવ્યું કે, "આ નવા સુધારા સાથે સેવા આપતી કંપનીઓએ ઈનકમિંગ વોઈસ કોલ માટે એલર્ટ કરતી રિંગનો સમય જ્યાં સુધી જવાબ આપવામાં ન આવે કે જેને કોલ કરાયો હોત તે ફોન કટ ન કરે ત્યાં સુધી મોબાઈલમાં 30 સેકન્ડ અને લેન્ડલાઈન ફોનમાં 60 સેકન્ડ સુધી રિંગ વગાડવાની રહેશે."
ટ્રાઈએ વધુમાં જણાવ્યું કે, "જોકે, સામેની પાર્ટી તરફથી જો 90 સેકન્ડ સુધી કોઈ જવાબ ન આવે તો જે સેવા પ્રદાતા કંપની તરફથી કોલ કરાયો હોય તે જવાબ ન આપવામાં આવેલો ફોન કટ કરી શકે છે."
રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ વચ્ચે કોલ રિંગ સમય અંગે થયેલા વિવાદ પછી ટ્રાઈને આ પગલું ભરવાની ફરજ પડી છે. રિલાયન્સ જીઓએ ફરિયાદ કરતાં જૂના ઓપરેટરો પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ વાયરલાઈન નંબરને મોબાઈલ નંબર ગણીને ગેરકાયદે કામ કરી રહ્યા છે અને તેમના પર આકરો દંડ લગાવવો જોઈએ. ભારતી એરટેલે રિલાયન્સ જીઓ પર વળતો આરોપ લગાવતા કહ્યું હતું કે, તેઓ કોલ કનેક્ટ ચાર્જિસ બાબતે નિયામકને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
GST કલેક્શનમાં 5.29 %નો ઘટાડો, ઓક્ટોબરમાં થયું 95,380 કરોડ, સરકારની ચિંતા વધી
ટ્રાઈએ આ આદેશ આપતા જણાવ્યું કે, "તાજેતરમાં જ સત્તામંડળને ધ્યાનમાં આવ્યું હતું કે ટેલિકોમ સેવા પ્રદાતા કંપનીઓમાંથી કેટલીક કંપનીએ પોતાની જાતે જ એલર્ટ રિંગનો સમય ઘટાડી નાખ્યો હતો, જેના કારણે ગ્રાહકોને ખરાબ અનુભવ થઈ રહ્યો છે. સાથે જ કોલ મોકલનારી કંપનીઓ અને રિસીવ કરનારી કંપનીઓ દ્વારા કોલનો સમય ઘટાડી દેવામાં આવ્યો હોવાનું પણ ધ્યાને આવ્યું હતું."
ટ્રાઈ દ્વારા એલર્ટ કોલ માટેનો સમય નક્કી કરવા માટે 16 સપ્ટેમ્બર લોકો પાસેથી અભિપ્રાય મેળવવા માટે એક કન્સલ્ટેશન પેપર રીલીઝ કરાયું હતું. આ પહેલા સુધી ભારતમાં કોલ રિંગના સમયની કોઈ ચોક્કસ મર્યાદા ન હતી.
જુઓ LIVE TV....