નવી દિલ્હી: ટ્રાફિક નિયમ સંશોધન અધિનિયમની અનેક જોગવાઈઓ વિરુદ્ધ આજે યુનાઈટેડ ફ્રન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન (UFTA)એ એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળના પગલે નોઈડા અને ગાઝિયાબાદ સહિત દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો મુસાફરોને હાલાકી પડી શકે છે. જો કે હડતાળની સ્થિતિમાં દિલ્હી-એનસીઆરના લોકો મેટ્રોમાં સવાર થઈને પોતાના નિર્ધારિત સ્થળે પહોંચી શકે છે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમમાં મસમોટો વધારો કરનારા મોટર વ્હીકલ અધિનિયમે મોટા વિવાદને જન્મ આપ્યો છે. મોટર વ્હીકલ (સંશોધન) અધિનિયમ 2019ને સંસદે ગત સત્રમાં પસાર કર્યો હતો અને તે પહેલી સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો. દંડની રકમ એટલી વધારે છે કે હાલમાં જ એક ટ્રક ચાલક અને તેના માલિકે ઓવરલોડિંગ અને કેટલાક અન્ય નિયમોના ભંગ બદલ દિલ્હીમાં બે લાખ જેટલો દંડ ભરવો પડ્યો. અનેક રાજ્યોએ એમ કહીને તેને લાગુ ન કરવાનો નિર્ણય લીધો છે કે તેનાથી જનતા પર ખુબ ભાર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગ્લુરુ: રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ફાઈટર જેટ 'તેજસ'માં ભરશે ઉડાણ


દેશમાં ચલણ પર ઘમાસાણ
- નોઈડામાં ચલણ કપાયા બાદ એક યુવકનું હાર્ટ એટેકથી મોત.
- દિલ્હીમાં ચલણ કપાયા બાદ એક વ્યક્તિએ પોતાની  બાઈકમાં આગ લગાવી દીધી.
- પટણામાં ચલણ કપાયા દરમિયાન પોલીસ સાથે લોકોની મારપીટ.
-બક્સરમાં ચલણ મુદ્દે હોબાળો થયા બાદ પોલીસકર્મી સસ્પેન્ડ.
દેશના અલગ અલગ ભાગમાં ચલણ પર પોલીસ સાથે ઝડપ


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...