નવી દિલ્હીઃ યુરોપીયન દેશોમાં કોરોનાના વધતા કેસને લઈને ભારત સરકાર સતર્ક છે. બ્રિટન, બ્રાઝિલ સહીત ઘણા દેશોના યાત્રીકોના ભારત આવવાને લઈને કેન્દ્રએ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. સોમવારે ભારત સરકારે કહ્યું કે, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મારીશસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે અને સિંગાપુર સહિત યુરોપના ઘણા એવા દેશ છે, જ્યાંથી ભારત આવવા પર કોરોના પ્રોટોકોલના ઉપાયોનું પાલન કરવું પડશે. આ સાથે ભારત આગમન પર આ દેશોથી આવેલા યાત્રીકોનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર દ્વારા સમીક્ષા કરાયા બાદ દિશાનિર્દેશ 13 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. તેવા 10 દેશોની યાદી છે, જ્યાંથી યાત્રીકોનું ભારત આગમન બાદ કોરોના ટેસ્ટની સાથે વધારાના ઉપાયોનું પાલન કરવું પડશે. તેમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મારીશસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે અને સિંગાપુર સબિત દેશોને 'જોખમ' શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. 


PM મોદીએ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું- નામ બદલવાથી સ્ટેશનનું મહત્વ વધ્યુ


બીજી તરફ, 11 નવેમ્બરના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, 'પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મુસાફરી પહેલા અને પછી કોરોના ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ, જો ભારતમાં તેમના આગમન દરમિયાન અથવા ક્વોરેન્ટાઇન (14 દિવસ) દરમિયાન તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો તેમની તપાસ કરવામાં આવશે અને પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં આવશે. આ માર્ગદર્શિકા 12 નવેમ્બરથી અમલમાં આવી છે અને આગામી આદેશો સુધી ચાલુ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube