IAS Officer Praveen Kumar: પૂર્વ આઈએએસ અધિકારી પ્રવીણકુમાર હાલ અચાનક ચર્ચામાં આવી ગયા છે. કારણ છે ગધેડા સાથે વાયુવેગે વાયરલ થઈ રહેલી તેમની તસવીરો. IAS અધિકારી પ્રવીણ કુમાર હરિયાણા કેડરના IAS અધિકારી રહી ચૂક્યા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ને દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે, જે વહીવટની લગામ હાથમાં લેવાનો માર્ગ ખોલે છે. દેશભરમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેઓ IAS, IPS અથવા સમાન અધિકારીઓ બનવા માટે UPSC પરીક્ષા પાસ કરવાની ઈચ્છા ધરાવે છે. જોકે, આ પરીક્ષા એટલી ટફ હોય છેકે, દરેકનું આ સપનું સાકાર થતું નથી. પરંતુ જ્યારે કોઈ પૂર્વ આઈએએસ અધિકારી ગધેડા લઈને ફરતા દેખાય તો અનેક સવાલો ઉભા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું જ કંઈક હરિયાણા કેડરના પૂર્વ આઈએએસ અધિકારી  સાથે પણ થયું છે. ઘણા એવા IAS અધિકારીઓ છે જેઓ પોતાના કામ દ્વારા હંમેશા ચર્ચામાં રહે છે. આવા જ એક પૂર્વ IAS અધિકારી પ્રવીણ કુમાર છે, જેમણે બે ગધેડા સાથે ફરવાની આદતને કારણે સોશિયલ મીડિયા પર લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.


બે ગધેડા સાથે ફરવું-
2001 બેચના ભૂતપૂર્વ IAS અધિકારી પ્રવીણ કુમાર હવે ફરીદાબાદ, હરિયાણામાં રહે છે. તે તેના બે ગધેડા સાથે ફરે છે અને હાલમાં તે 'ચર્ચાનો વિષય' છે. IAS અધિકારી પ્રવીણ કુમાર હરિયાણા કેડરના IAS અધિકારી રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ફરીદાબાદના ડેપ્યુટી કમિશનર પણ રહી ચૂક્યા છે.


તે ગધેડા સાથે કેમ ફરે છે?
પ્રવીણ કુમાર બદખાલ વિધાનસભા વિસ્તારમાં ફરે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. IAS ઓફિસર પ્રવીણ કુમારના કહેવા પ્રમાણે, તેઓ ગધેડા દ્વારા લોકોને સંદેશ આપવા માંગે છે કે તેઓ પોતાની માનસિકતા સુધારે. તેમના મતે આજના ફાસ્ટ લાઈફમાં માણસ પોતાના વિચારો પરનો કાબુ ગુમાવી રહ્યો છે. ગધેડા પણ સામાન્ય પ્રાણીઓ જેવા છે. આ પહેલા પણ પૂર્વ IAS ઓફિસરો હેડલાઇન્સમાં રહી ચૂક્યા છે.


નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ પૂર્વ IAS અધિકારીએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હોય. પ્રવીણ કુમાર પોતાની આગવી સ્ટાઈલને કારણે પહેલાથી જ ચર્ચામાં રહી ચુક્યા છે.