લંડન : જ્યારે તમે કોઈ મહત્વનું કામ ભુલી જાઓ કે પછી ઘરની ચાવી ક્યાંય ભુલાઈ જાય તો મોટી સમસ્યા ઉભી થઈ જતી હોય છે. જો તમારી સાથે વારંવાર આવું થતું હોય તો એનાથી બચવાનો એક નુસખો છે. જે વસ્તુ કે કામ તમારે યાદ રાખવાનું હોય તો એ કરવાની એક્ટિંગ કરીને તમે એને સારી રીતે યાદ રાખી શકો છો. હાલમાં થયેલા એક રિસર્ચ પછી આ માહિતી સામે આવી છે. આ રિસર્ચ પ્રમાણે આવી વૈકલ્પિક ટેકનીક સ્મરણશક્તિને વધારે બહેતર બનાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિસર્ચર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જો કોઈ વ્યક્તિ કોઈ વાતને યાદ રાખવા માગતી હોય તો એને જીવંત કરો અને એનું નાટક ભજવો. ઇંગ્લેન્ડના ચિચેસ્ટર વિશ્વવિદ્યાલયમાં કરાયેલા રિસર્ચ પ્રમાણે વારંવાર ભુલી જવાની કુટેવ હકીકતમાં અલ્ઝાઇમરના શરૂઆતના લક્ષણ હોઈ શકે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે લોકો નાની-નાની વાતો ભુલી જતા હોય છે. આવું મોટાભાગે તણાવ, સ્ટ્રેસ અને કામના દબાણના કારણે થતું હોય છે. 


જો તમને વારંવાર ભુલી જવાની આદત હોય તો ભોજનમાં કેટલાક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવાથી ચોક્કસ ફાયદો થાય છે. ટમેટાં, કિસમિસસ અને ઓલિવ ઓઇલનો ભોજનમાં ઉપયોગ આ સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે. આહાર નિષ્ણાંતોના મત પ્રમાણે વધારે પડતી ખાંડ, મીઠું કે પછી ફાસ્ટફુડ મગજ પર ખરાબ અસર ઉભી કરે છે. આ પ્રકારના આહારથી બને એટલું દૂર રહેવું જોઈએ. 


સ્વાસ્થ્યને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...