TMCનાં નેતાઓમાં પણ જાગ્યું હિંદુત્વ, ગૌપુજનથી માંડી કરી રહ્યા છે ગંગા આરતી
ટીએમસીના પૂર્વ ધારાસભ્ય દિનેશ બજાજ શુક્રવારે રાજ્યનાં ઉત્તર 24 પરગણામાં ગૌઅષ્ટમીની પુજા કરી હતી
કોલકાતા : પશ્ચિમ બંગાળનાં તૃતણુલ કોંગ્રેસ (TMC) સતત ભાજપ પર સાંપ્રદાયિક હોવાનો આરોપ લગાવી રહ્યા છે. ગૌ (ગાય)ના મુદ્દે ભાજપ પર હૂમલાખોર રહેલી ટીએમસી હવે પોતે પણ સોફ્ટ હિંદુત્વની તરફ વલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ટીએમસીનાં નેતા પણ હાલનાં દિવસોમાં ગાયની પુજા કરતી જોવા મળી રહી છે. ટીએમસીનાં પૂર્વ ધારાસભ્ય દિનેશ બજાજ શુક્રવારે રાજ્યનાં ઉત્તર 24 પરગણામાં ગૌ અષ્ટમીની પુજા કરી હતી. આ દરમિયાન દિનેશનાં 14 ગાયોનું પુજન કર્યું અને તમામને એક વિશેષ રીતે તૈયાર કરેલી ચુંદડીથી સજાવવામાં પણ આવી. આ સાથે જ તમામ ગાયોમાટે વિશેષ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી.
ટીએમસી નેતા દિનેશ બજાજે કહ્યું કે, ગાય ભગવાનનું સ્વરૂપ છે અને તે અમારી માતા સમાન છે. ગાય માત્ર ભાજપ અને આરએસએસની સંપ્તતી નથી. ગાયની પુજાનો અધિકાર અમને પણ છે. તેના માટે અમે ભાજપથી હિંદુ હોવાના સર્ટિફિકેટ ન હોવું જોઇએ. અમે પોતાનાં ભગવાનની પુજા કરીશું અને અન્ય ધર્મોના ભગવાનનું સન્માન પણ કરીશું. દિનેશ બજાજે જણાવ્યું કે. તેઓ એક વર્ષ પહેલાથી આ પુજાનું આયોજન કરી રહ્યા છે.
દિનેશ બજાજે જણાવ્યું કે, આગામી 22 નવેમ્બરે કોલકાતાનાં પ્રિંસેપ ઘાટ પર વિશેષ ગંગા આરતીનું આયોજન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ ગંગા આરતી માટે બનારસથી પુરોહિત આવશે અને આવા પ્રકારનું આ એક પહેલું આયોજન હશે. ઉલ્લેખનીય છે કે ટીએમસી પર ભાજપ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ લઘુમતીઓનાં તૃષ્ટીકરણનો આરોપ લગાવતી રહે છે. વિપક્ષી પાર્ટીઓનું માનવું છે કે ટીએમસી તૃષ્ટીકરણની મદદથી ચૂંટણીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ આ આરોપો અંગે ટીએમસીનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે અને આ પ્રકારનાં આયોજનથી કોઇ પણ પ્રકારનો રાજનીતિક લાભ નથી મળતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બીરભુમનાં જિલ્લાધ્યક્ષ અનુબ્રતે પણ 5 ડિસેમ્બરે ભજન- કિર્તનનો એક મોટુ આયોજનની જાહેરાત કરી છે. તે સત્ય છે કે પશ્ચિમ બંગાળમાં તમામ ધર્મોના તહેવારોને એકથી એક ઉત્સાહિત સાથે માનવામાં આવતા રહે છે. જો કે ટીએમસી નેતાઓ દ્વારા ગાયની પુજા કરવી ખુબ જ આશ્ચર્યજનક લાગે છે.