દહેજ માટે ટ્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢેલી મુસ્લિમ મહિલા પહોંચી SC, આવતીકાલે સુનાવણી
દહેજ માટે ટ્રિપલ તલાક આપી ઘરથી બહાર કાઢવામાં આવેલી દિલ્હીની એક મુસ્લિમ મહિલાએ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કે સાસરીયાઓ સામે કાયદા અંતર્ગત એફઆઇઆર નોંધાવાની માગ કરી છે.
નવી દિલ્હી: દહેજ માટે ટ્રિપલ તલાક આપી ઘરથી બહાર કાઢવામાં આવેલી દિલ્હીની એક મુસ્લિમ મહિલાએ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કે સાસરીયાઓ સામે કાયદા અંતર્ગત એફઆઇઆર નોંધાવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે આ અરજી પર સુનાવણી કરશે. હકિકતમાં, મહિલાએ તેની અરજીમાં કહ્યું છે કે, પતિ અને સાસરીવાળા દહેજ માટે મારે છે, હવે એક સાથે ત્રણ તલાક આઆપી ઘરથી બહાર કાઢી મુકી છે.
વધુમાં વાંચો:- કોઇ 8-10 સીટ, 20-22 અને કોઇ 35 સીટવાળા PMના સપના જોઇ રહ્યાં છે: PM મોદી
તમને જણાવી દઇએ કે કોર્ટના નિર્ણય અને સરકાર અધિનિયમ બાદ ફરી એકવાર ત્રણ તલાક ગુનો જાહેર કરવામાં આવ્યો છે. એવામાં પતિ અને સાસરીવાળાની સામે કાર્યવાહી થવી જોઇએ. કોર્ટ આવતીકાલે સુનાવણી કરશે. મહિલાનો આરોપ છે કે તેના પતિએ ગેરકાયદે તેને તલાક આપ્યા છે. મહિલાએ કોર્ટથી ત્રણ તલાક અધિનિયમમાં કાર્યવાહી કરવાની માગ કરી છે. 32 વર્ષીય મહિલાએ તેના પતિ પર તેને ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે.
વધુમાં વાંચો:- પૂર્વ PM મનમોહન સિંહને રાજ્યસભામાથી જવું પડી શકે છે બહાર, જાણો શું છે કારણ...
મહિલાએ કોર્ટને વિનંતી કરી છે કે, આ તલાકને ગેરકાયદે જાહેર કરવામાં આવે અને ત્રણ તલાક અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ત્રણ તલાકના સંબંધમાં જે તાજા અધિનિયમ લગાવ્યા છે. તેમાં આ રીતના તલાકને ગેરકાયદેસર ગણવામાં આવે છે. એટલું જ નહીં ફોન અથવા વ્હોટ્સએપ પર આપવામાં આવેલ તલાક ગેરકાયદેસર છે.
જુઓ Live TV:-