ત્રિપુરાનું પરિણામ કોંગ્રેસના ગઠબંધનનું ભાવિ નક્કી કરશે, ભાજપ સામેના મોરચાને 2024 સુધી જાળવી રાખવાનો પડકાર
Tripura Results: લોકસભા ચૂંટણી સુધી આ ગઠબંધનને બચાવી રાખવાનો પડકાર હશે. આ કસોટી પર બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્ય પણ હશે જ્યાં સત્તા માટે વિચારધારા સાથે સમજૂતી કરીને ગઠબંધન બનાવવામાં આવ્યા હતા.
Future of the Congress Alliance: કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીએ બંગાળના પરિણામની અવગણના કરીને ત્રિપુરામાં ભાજપની સામે મોરચો બનાવ્યો છે. લોકસભા ચૂંટણી સુધી આ ગઠબંધનને બચાવી રાખવાનો પડકાર હશે. આ કસોટી પર બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્ય પણ હશે જ્યાં સત્તા માટે વિચારધારા સાથે સમજૂતી કરીને ગઠબંધન બનાવવામાં આવ્યા હતા. ત્રિપુરામાં ચૂંટણી પ્રચારના પડઘમ મંગળવારે સાંજે શાંત થઈ ગયા. બે દિવસ પછી વિધાનસભાની 60 બેઠક માટે મતદાન થશે.
આ ચૂંટણીનું પરિણામ વિપક્ષી એકતાના રોડમેપનો આધાર નક્કી કરશે. એવામાં આ નાના રાજ્યની રાજનીતિની અસર રાષ્ટ્રીય સ્તરે પડશે તે નક્કી છે. કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીએ જે રીતે બંગાળના પરિણામની અવગણના કરીને ત્રિપુરામાં ભાજપની સામે મોરચો બનાવ્યો છે. લોકસભા ચૂંટણી સુધી આ ગઠબંધનને બચાવી રાખવાનો પડકાર હશે. આ કસોટી પર બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્ય પણ હશે જ્યાં સત્તા માટે વિચારધારા સાથે સમજૂતી કરીને ગઠબંધન બનાવવામાં આવ્યા હતા.
લેફ્ટ અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન:
પહેલાં ત્રિપુરામાં ગઠબંધનની સ્થિતિ પર નજર કરવી જરૂરી છે. ચૂંટણીની જાહેરાત પહેલાં પરસ્પર વિરોધી રહેલી લેફ્ટ અને કોંગ્રેસ આ વખતે ગઠબંધન સાથે ચૂંટણીમાં છે. કોંગ્રેસ 13 અને CPI 43 બેઠક પર ચૂંટણી લડી રહ્યું છે. CPM, RAP અને ફોરવર્ડ બ્લોકને 1-1 સીટ મળી છે. એક સીટ પર અપક્ષને સમર્થન આપવામાં આવ્યું છે. જ્યારે ભાજપ પોતાના જૂના સાથી આઈપીએફટી સાથે ગઠબંધન જાળવી રાખ્યું છે. જોકે 2018માં ભાજપે સહયોગી પક્ષને 9 બેઠક આપી હતી.આ વખતે માત્ર 5 બેઠક આપી છે. એક સીટ પર દોસ્તાના સંઘર્ષ લડી રહ્યું છે.
ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ-લેફ્ટ એક થયું:
ચૂંટણીની જાહેરાત પહેલાં સુધી ત્રિપુરામાં કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટી વચ્ચે મહાસંગ્રામની સ્થિતિ હતી. કાર્યકર્તા અને નેતા એકબીજા સાથે બાખડી રહ્યા હતા. જોકે જેવી ચૂંટણીની જાહેરાત બાદ બંને પાર્ટી એકસાથે આવી ગઈ. એવામાં પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે શું હાઈકમાન્ડ સ્તરે ગઠબંધન પછી કાર્યકર્તા પણ એકબીજાની સાથે આવી ગયા છે. જો આવું થશે તો બંગાળ પછી ત્રિપુરાનો સંકેત પણ નીકળશે. કેમ કે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવને બોધપાઠ મળી ગયો છે. વર્ષો સુધી બસપા સામે લડનારા સપાએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં ગઠબંધન કર્યુ. પરિણામે અખિલેશની પોલ ખોલી નાંખી. તો વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ પણ અખિલેશને મોટો બોધપાઠ આપ્યો.
કોંગ્રેસના સૂંપડા સાફ થયા:
બંગાળમાં કોંગ્રેસ અને સીપીઆઈ એકસમયે રાજકીય શત્રુ હતી. મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસ બનાવી તો કોંગ્રેસ હાંસિયામાં ધકેલાવા લાગી. પછી લેફ્ટની સરકાર બની અને તૃણમૂલ કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ. તેની વચ્ચે ભાજપના વિરોધના નામ પર કોંગ્રેસ ધીમે-ધીમે સીપીઆઈની નજીક આવતી ગઈ. 2004 પથી કેરળ સિવાય દરેક જગ્યાએ કોંગ્રેસ સીપીઆઈ સાથે ગઠબંધન કરતી રહી છે. અસર બંને બાજુ પડી રહી છે. બંનેનો સીટો પણ ઘટી રહી છે અને વોટ શેર પણ તૂટ્યો. છેલ્લી ચૂંટણીમાં ગઠબંધન છતાં બંને પાર્ટીનું ખાતું પણ ખૂલી શક્યું ન હતું.
ભાજપ નબળી પડી તો વિપક્ષને મળી શકે છે ફોર્મ્યુલા:
ત્રિપુરામાં કોંગ્રેસ-લેફ્ટની સંયુક્ત શક્તિ સામે જો ભાજપ નબળી પડી જાય છે તો લોકસભાની ચૂંટણી માટે વિપક્ષને એક ફોર્મ્યુલા મળી જશે. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનો સહારો મળી શકે છે. બિહારમાં જેડીયુ અને આરજેડીની દોસ્તી રંગ લાવી શકે છે. ત્યારે એ જોવાનું રહેશે કે શું ત્રિપુરામાં કોંગ્રેસ-લેફ્ટની જોડી શું કમાલ કરે છે?