ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબે રાજીનામુ આપ્યુ, આજે સાંજે ધારાસભ્ય દળની બેઠક યોજાશે
ત્રિપુરામાં બિપ્લબ દેબે 2018માં મુખ્યમંત્રીની કમાન સંભાળી હતી. જાણવા મળી રહ્યું છે કે પાર્ટીમાં તેમની વિરુદ્ધ નારાજગી વધી રહી હતી. તેવામાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીને જોતા પાર્ટી કોઈ જોખમ લેવા ઈચ્છતી નથી.
નવી દિલ્હીઃ ત્રિપુરાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેબે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે પોતાનુ રાજીનામુ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને સોંપી દીધુ છે. શુક્રવારે તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તો થોડા સમયમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં નવા મુખ્યમંત્રીની ચર્ચા થશે. તો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને ત્રિપુરાના પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે.
હાઈકમાન્ડે લીધો નિર્ણય
મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવા પર બિપ્લબ દેબે કહ્યુ કે તેમના માટે પાર્ટીનો નિર્ણય સર્વોપરિ છે. પાર્ટી હાઈકમાન્ડના કહેવા પર તેમણે પદ છોડી દીધુ છે. હવે તે પાર્ટીના સિપાહી તરીકે કામ કરતા રહેશે. પરંતુ નવા મુખ્યમંત્રી કોણ હશે તેનો કોઈ જવાબ આપ્યો નહીં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube