`મોદી તેરા કમલ ખિલેગા`... જ્યાં PM Modiએ જીતની કરી હતી ભવિષ્યવાણી ત્યાં કઈ પાર્ટી રહી સુપરહીટ
Election Result 2023: ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપે કમાલ કર્યો છે. જ્યારે મેઘાલયમાં એનપીપી સૌથી મોટી પાર્ટી છે.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરીએ મેઘાલયની રાજધાની શિલોંગમાં એક રેલીને સંબોધિત કરતી વખતે તેમના રાજકીય વિરોધીઓ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ 'મોદી તેરી કબર ખુદેગી' કહી રહ્યા છે, પરંતુ જનતા કહી રહી છે કે 'મોદી તેરા કમલ ખિલેગા'. પીએમ મોદીની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ નથી એ પણ ખાસ કરીને મેઘાલયમાં. જોકે, પૂર્વોત્તરના અન્ય બે ચૂંટણી રાજ્યોના પરિણામોમાં ભાજપ ગઠબંધન જીત તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવારે સવારે 8 વાગ્યાથી ત્રણેય રાજ્યોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે.
મેઘાલયમાં, જ્યાં PMએ 'મોદી તેરા કમલ ખિલેગા' ભાષણ આપ્યું હતું, ત્યાં સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ત્રીજા રાઉન્ડની મત ગણતરી બાદ આગળ છે. ચૂંટણી પંચના તાજેતરના વલણો અનુસાર, NPP 60 વિધાનસભા મતવિસ્તારોમાંથી 24 બેઠકો પર આગળ છે, જેના માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. NPPના સ્નિયોભાલંગ ધરે કોંગ્રેસના ઉમેદવાર એમલાંગ લાલુને 2,123 મતોથી હરાવીને નર્તિઆંગ વિધાનસભા બેઠક જીતી લીધી હતી. યુડીપીના મેટબાહ લિંગદોહે મીરાંગ બેઠક પર 155 મતોથી જીત મેળવી હતી, જ્યારે એચએસપીડીપીના શકલિયર વરજારીએ માવથાદરૈશાન બેઠક પર કેબિનેટ મંત્રી બ્રોલ્ડિંગ નોંગસિજને 2,353 મતોથી હરાવ્યા છે.
આ પણ વાંચોઃ ત્રિપુરા અને નાગાલેન્ડમાં બમ્પર જીત પણ આજની હાર ચોક્કસપણે ભાજપને કરશે પરેશાન
યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP) 6 સીટો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 6 સીટ તો તૃણમૂલ કોંગ્રેસ (TMC) 5 સીટ પર આગળ છે. હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP) બે બેઠકો પર આગળ છે, જ્યારે બે અપક્ષ ઉમેદવારો પણ વલણમાં આગળ છે. મુખ્ય પ્રધાન કોનરાડ કે. સંગમા દક્ષિણ તુરા બેઠક પર ભાજપના નજીકના હરીફ બર્નાર્ડ એન. મારકથી આગળ છે. મેઘાલયમાં 60 વિધાનસભા બેઠકો છે, પરંતુ સોહ્યોંગ બેઠક પર ઉમેદવારના મૃત્યુને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.
નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનની જીત
ભારતના ચૂંટણી પંચ (ECI)ના વલણો અનુસાર, NDPP-BJP ગઠબંધન અહીં જીત તરફ આગળ વધી રહ્યું છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર, એનડીપીપી 24 બેઠકો પર આગળ છે અને તેની સહયોગી ભાજપ 60 સભ્યોની વિધાનસભામાંથી 34 બેઠકો પર આગળ છે. જણાવી દઈએ કે 59 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ 0 સીટો પર સમેટાઈ ગઈ છે અને એનસીપી 4 સીટો પર આગળ છે અને 3 સીટો જીતી ગઈ છે.
આ પણ વાંચોઃ અહીં પતિ જીવિત હોવા છતા મહિલાઓ જીવે છે વિધવા જેવું જીવન! જાણો સૌથી રોચક તથ્ય...
ત્રિપુરા ચૂંટણી: ભાજપે 33 બેઠકો જીતી સત્તામાં પાછા ફરવાની તૈયારી કરી
પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં 60 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. ભાજપે 60માંથી 33 બેઠકો જીતી લીધી છે અને તે સત્તામાં પરત ફરવા માટે તૈયાર છે. ભાજપે 33 બેઠકો, CPI(M) 14, ટિપરા મોરથા પાર્ટી એ 13 બેઠકો જીતી છે.
ત્રિપુરાના મુખ્યપ્રધાન માણિક સાહા તેમના ટાઉન બારડોવલી મતવિસ્તારમાંથી જીતી ચૂક્યા છે. ભાજપે 2018ની ચૂંટણીમાં ત્રિપુરામાં 36 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં ડાબેરીઓના 25 વર્ષના શાસનનો અંત આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube