નવી દિલ્હી: દેશની રાજનીતિમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ત્રિપુરામાં સીએમ બિપ્લબ દેબે શનિવારે સાંજે અચાનક રાજ્યપાલને રાજીનામું સોંપીને તમામને ચોંકાવી દીધા. સાંજે બીજેપી હાઈકમાન્ડે ત્રિપુરાના નવા સીએમનું નામ પણ બતાવી દીધું. જોકે, બીજેપી શાસિત રાજ્યોની રાજનીતિમાં મોટો ઉલટફેર આ કોઈ પહેલો પ્રયોગ નથી. અગાઉ ઉત્તરાખંડ, ગુજરાત, કર્ણાટકમાં પણ ભાજપે ચોંકાવનારા નિર્ણય લીધા છે. તેની સાથે જ બીજેપીએ પૂર્વોત્તરમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. અહીં 4 રાજ્યોમાં બીજેપીએ કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓને મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેફિયૂ રિયોની રાજકીય સફર વિશે
નેફિયૂ રિયો નાગાલેન્ડના ચોથી વાર મુખ્યમંત્રી બન્યા. તેમના નામે સૌથી વધુ વખત સીએમ બનવાનો રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે. રિયો કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તે 2002માં કોંગ્રેસથી અલગ થયા. તેમણે નાગાલેન્ડની સમસ્યા પર તત્કાલીન સીએમ એસસી જમીર સાથે મતભેદ હોવાના કારણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ રિયોએ નાગા પીપુલ્સ ફ્રંટ (એનપીએફ)માં જોડાયા. આ પાર્ટી રાજનૈતિક પક્ષો અને ભાજપા સાથે જોડાયેલી હતી. તેમના નેતૃત્વમાં ડેમોક્રેટિક અલાયંસ ઓફ નાગાલેન્ડ (ડીએએન)ની રચના થઈ. આ ગઠબંધનને 2003માં વિધાનસભાની ચૂંટણી જીતી. સાથે કોંગ્રેસને 10 વર્ષ બાદ સત્તામાંથી બહાર ફેંક્યા. નેફિયૂ રિયો પહેલીવાર નાગાલેન્ડના સીએમ બન્યા. 2008માં ડીએએને ગઠબંધનની સરકાર બનાવી અને રિયો સીએમ બન્યા. 2013માં નાગાલેન્ડમાં એનપીએફે બહુમતી મેળવી. રિયો ત્રીજી વખત સીએમ બન્યા. બાદમાં જાન્યુઆરી 2018માં એનપીએફે ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ રિયો નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીમાં સામેલ થયા. રિયોએ 2018માં ચૂંટણી પહેલા બીજેપી સાથે ગઠબંધન કર્યું હતું. ચૂંટણી જીત્યા પછી બીજેપીના સહયોગથી સીએમ બન્યા. નેફિયૂએ  1989માં રાજનૈતિક સફરની શરૂઆત કરી અને 2003-08, 2008-13 અને 2013-14 દરમિયાન નાગાલેન્ડના સીએમ રહ્યા.


Fuel Price Today LIVE: મોંઘવારીનો વધુ એક કમરતોડ ફટકો, CNGના ભાવમાં ફરી વધારો ઝિંકાયો, જાણો નવો ભાવ


એન.બીરેન સિંહની રાજકીય સફર
એન.બીરેન સિંહે મણિપુરમાં 2017ની વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા 2016માં કોંગ્રેસનો પંજો છોડીને બીજેપીના કમળમાં સામેલ થયા. રાજ્યમાં 15 વર્ષ બાદ રાજ્યમાં બિન-કોંગ્રેસી સરકાર બની, ત્યારબાદ ભાજપે એન બિરેન સિંહને મુખ્યમંત્રી બનાવ્યા. એન.બીરેન મણિપુરમાં બેજીપીના પહેલા સીએમ બન્યા હતા. બીજેપી અને તેના સાથી પક્ષોના 33 ધારાસભ્યોના સમર્થનથી વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં જીત મેળવીને બિરેને પોતાની શક્તિનો પરિચય દેખાડ્યો હતો. અગાઉ બીરેન સિંહ, ઈબોબી સિંહના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી હતી, પરંતુ તેમણે પ્રદેશ કોંગ્રેસ કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આજ વર્ષે 2022ની ચૂંટણીમાં પણ મણિપુરમાં બીજેપીએ એન બીરેન સિંહના નેતૃત્વમાં ચૂંટણી લડી અને જીત પણ હાંસલ કરી . એન. બીરેન સિંહે ફૂટબોલ ખેલાડીથી કરિયર શરૂ કર્યું. બાદમાં સીમા સુરક્ષા બળ (બીએસએફ)માં સામેલ થયા. ત્યારબાદ પત્રકારિતા અપનાવી. એન બીરેન સિંહ હિંગાંગ બેઠક પરથી પાંચમી વખત ચૂંટણી જીત્યા છે.


Buffalo shooting: અમેરિકામાં મોટી દુર્ઘટના, ન્યૂયોર્ક સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત, 3 ઘાયલ

હિમંતા બિસ્વા સરમા
હિમંતા બિસ્વા સરમા વર્ષ 2021માં અસમના 15મા સીએમ બન્યા. તેમણે સર્બાનંદ સોનાવાલના સ્થાને આ જવાબદારી સોંપવામાં આવી. હિમંતા 2015માં કોંગ્રેસથી નારાજ થઈને બીજેપીમાં જોડાયા. 2016ની વિધાનસભાની ચૂંટણી અને 2019ના લોકસભાની ચૂંટણીમાં હિમંતા બિસ્વા સરમાનો જોરદાર પ્રચાર અભિયાન બીજેપીની જીત માટે મુખ્ય કારણોમાંથી એક માનવામાં આવે છે. હિમંતા અસમનની જાલુકબારી વિધાનસભા બેઠકથી પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. સોનોવાલની સરકારમાં હિમંતા બિસ્વા સરમા કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. 2021ની ચૂંટણીમાં તેમણે 1 લાખ, 1911 વોટના બમ્પર માર્જિનથી જીત મેળવી હતી. હિમંતાના કામને જોઈને બીજેપીએ નોર્થ-ઈસ્ટ ડેમોક્રેટિક અલાયંસના સંયોજક બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે તેમણે પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં બીજેપીને સત્તા સુધી પહોંચાડવામાં તેમનું મોટું યોગદાન આપ્યું છે.


Andrew Symonds Death: દુ:ખદ સમાચાર: ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત, ચાહકો શોકમાં ડૂબ્યા


ડો. માણિક સાહાની રાજકીય કરિયર
ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા ભાજપે બિપ્લવ દેબને હટાવીને ડો. માણિક સાહાને નવા સીએમ બનાવવાની જાહેરાત કરી છે. ડો.માણિક સાહા 2016માં કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા હતા. બીજેપીમાં જોડાયા બાદ માણિકને ચાર વર્ષ બાદ 2020માં પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ બન્યા. હાલમાં રાજ્યસભા માટે પણ મનોનીત કરવામાં આવ્યા અને હવે નવા સીએમ તરીકે પણ પસંદગી થઈ. માનિક સાહા વ્યવસાયે એક ડેંટિસ્ટ છે અને તેમની છબી ખુબ જ સાફ માનવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube