લોકસભા સ્પીકર પાસે પહોંચ્યો નુસરત જહાંના લગ્નનો મુદ્દો, BJP સાંસદે કરી કાર્યવાહીની માંગ
ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ લોકસભા અધ્યક્ષને પત્ર લખી નુસરત જહાં વિરુદ્ધ નિયમોની સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. નુસરત જહાંએ લોકસભામાં શપથ દરમિયાન પોતાને પરણિત ગણાવી હતી.
નવી દિલ્હીઃ અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંની મુશ્કેલી વધી શકે છે. ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ લોકસભા અધ્યક્ષને પત્ર લખી નુસરત જહાં વિરુદ્ધ નિયમોની સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. નુસરત જહાંએ લોકસભામાં શપથ દરમિયાન પોતાને પરણિત ગણાવી હતી, જ્યારે હાલમાં તેણે નિવેદનમાં આપી જણાવ્યું કે, તેના લગ્ન તો ભારતીય કાયદા પ્રમાણે કાયદેસર નથી અને તે માત્ર લિવ ઇન વિલેશનશિપમાં હતી.
લોકસભામાં શપથ દરમિયાન નુસરતે આપી ખોટી જાણકારીઃ ભાજપ સાંસદ
લોકસભા સ્પીકરને લખવામાં આવેલા પત્રમાં ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ કહ્યુ કે નુસરત જહાંએ લોકસભામાં શપથ લેવા દરમિયાન ખુદનું પૂરુ નામ નુસરત નૂરી જહાં જૈન જણાવ્યું હતું, જ્યારે તેણે મીડિયાની સામે આવી જે ખુલાસો કર્યો તેનાથી સવાલ ઉઠી રહ્યાં છે કે તેણે લોકસભામાં શપથ લેવા દરમિયાન ખોટી જાણકારી આપી હતી.
આ પણ વાંચોઃ ભારતમાં રોકી શકાય છે Corona ની ત્રીજી લહેર, નીતિ આયોગના સભ્યએ જણાવ્યા ઉપાય
પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો નુસરત જહાંએ લોકસભામાં શપથ દરમિયાન ખોટી જાણકારી આપી હતી તો તેના વિરુદ્ધ લોકસભાના નિયમો પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ. ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ આ સાથે નુસરત જહાંના મામલાને એથિક્સ કમિટીની પાસે મોકલવાની માંગ કરી છે. પત્રમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આમ તો આ નુસરતનો અંગત મામલો છે. તે ઈચ્છે તેમ પોતાનું જીવન પસાર કરે પરંતુ લોકસભામાં આવી જો તે શપથ લેવા સમયે ખોટી જાણકારી આપે છે તો ચોક્કસપણે આ એક ગુનો છે અને આ મામલે કાર્યવાહી થવી જોઈએ.
શું બોલ્યા હતા સાંસદ નુસરત જહાં?
થોડા દિવસ પહેલા ટીએમસી સાંસદ નુસરતે નિવેદન જારી કરી રહ્યું હતું કે વિદેશી ધરતી પર લગ્નને કારણે અને તુર્કી મેરેજ રેગ્યુલેશન પ્રમાણે, લગ્ન અમાન્ય છે. આ બે અલગ ધર્મના લોકો વચ્ચે થયેલા લગ્ન છે, તેથી તેને ભારતમાં કાયદેસરની માન્યતા આપવાની જરૂર હતી, પરંતુ તે થયું નહીં. નુસરતે કહ્યું કે કાયદાની રીતે આ લગ્ન માન્ય નથી, પરંતુ એક લિવ-ઇન-રિલેશનશિપ છે. તેવામાં છુટાછેડાનો સવાલ ઉઠતો નથી. અમે પહેલા જ અલગ થઈ ગયા હતા, પરંતુ મેં તેના પર વાત ન કરી, કારણ કે હું તેને અંગત જીવન સુધી સીમિત રાખવા ઈચ્છતી હતી. કાયદાની નજરમાં આ લગ્ન માન્ય નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube