Amarnath Yatra cloudburst: અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી સર્જાયેલી દૂર્ઘટનામાં અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે. આ મૃતકોના પરિવારજનોને તેમના મૃતદેહ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે, દુર્ઘટનામાં કોઇના મૃતદેહ પર બીજા કોઈનું લખલું મળી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતદેહ મેળવવામાં પડી રહી છે મુશ્કેલી
દિલ્હીના આંબેડકર નગરમાં રહેતા 57 વર્ષના પ્રકાશી દેવી અને 62 વર્ષના વીરમતિ અમરનાથ દર્શન કરવા ગયા હતા. પરંતુ ત્યાં વાદળ ફાટવાના કારણે તેઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા. પરંતુ હવે બંને મહિલાઓના પરિવારને મૃતદેહ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. દિલ્હીના એમ્સ મોર્ચરીમાં અમરનાથ દુર્ઘટનાના મૃતકોના મૃતદેહને લાવવામાં આવી રહ્યા છે. જ્યારે વીરમતિ અને પ્રકાશી દેવીનો પરિવાર મૃતદેહ લેવા પહોંચ્યો તો ત્યાં તમેણે જોયું કે વીરમતિના મૃતદેહ પર બીજા કોઇનું નામ લખ્યું છું, ત્યારે અન્ય કોઈના મૃતદેહ પર પ્રકાશી દેવીનું નામ લખ્યું છે.


દેશમાં મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, દિલ્હીમાં સંક્રમીત સામે આવતા ફફડાટ


હવે આ પરિવારને વીરમતિનો મૃતદેહ તો મળી ગયો પરંતુ પ્રદાશ દેવીનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. હવે જમ્મુ કાશ્મીર તંત્રએ તેમને જણાવ્યું કે અન્ય કેટલાક મૃતદેહ દિલ્હી આવશે ત્યારે તમે તેમની ઓળખ કરી લેજો.


શ્રીગંગાનગરથી સામે આવી આ ઘટના
આવો જ મામલો રાજસ્થાનના શ્રીગંગાનગરથી આવ્યો છે. અમરનાથમાં વાદળ ફાટવાથી શ્રીગંગાનગરના ત્રણ લોકોના મોત થયા છે. અમરનાથથી મૃતદેહો દિલ્હી લાવવામાં આવ્યા. મૃતદેહ લેવા માટે શ્રીગંગાનગરથી પરિવારજનો દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ ત્રણ મૃતદેહમાંથી એક મહિલાનો મૃતદેહ બીજી મહિનાના મૃતદેહ સાથે બદલાઈ ગયો હતો. શ્રીગંગાનગરની મહિલા સુનીતા વધવાનો મૃતદેહ દિલ્હી પહોંચ્યો જ નહીં. આ ત્રણ મૃતદેહમાં મહારાષ્ટ્રની મહિલાનો મૃતદેહ પહોંચ્યો હતો.


દેશના આ રાજ્યોમાં મેઘ તાંડવ, ગુજરાત સહિત અહીં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ


ગુમ લોકોની શોધ ચાલું
અમરનાથ દુર્ઘટનામાં ગુમ 40 લોકોની શોધ ચાલી રહી છે. અમરનાથ દુર્ઘટના બાદ સેના બચાવ કાર્ય કરી રહી છે. કાટમાળમાં દટાયેલા લોકોની શોધ ચાલી રહી છે. સેના, વાયુસેના અને તમામ રહાત એજન્સિઓ લોકોને બચાવવામાં લાગી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube