નવી દિલ્હીઃ જ્યારે ઘરમાં ઘણી વખત મીઠાઈ બનાવવામાં આવી હોય ત્યારે તમે અચૂક કીડીઓની લાંબી કતારો જોઈ હશે. ક્યારેક આ કીડીઓ તમારા કપડામાં પણ ઘૂસી જાય છે, જેના કારણે તમારા દિવસનો ચેન અને રાતની ઊંઘ ગાયબ થઈ જાય છે. નાની દેખાતી કીડીઓ કરડે ત્યારે લાલ ચકામુ થઈ જાય છે. જો તમે પણ કીડીઓને લગતી આવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો આજે અમે તમને કીડીઓને માર્યા વિના ઘરની બહાર ભગાડવાની 5 સરળ રીતો જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કીડીઓને ભગાડવાના ઘરગથ્થુ ઉપાય
ચોક

કીડીઓથી છુટકારો મેળવવાનો આ સૌથી સહેલો રસ્તો છે. તમે બજારમાંથી ચોક લાવીને કીડીઓને માર્યા વગર ભગાડી શકો છો. હકીકતમાં, ચોકમાં કેલ્શિયમ કાર્બોનેટ જોવા મળે છે, જેના કારણે કીડીઓ તેનાથી દૂર રહે છે. ચોક લાવો અને કીડીઓની સામે એક રેખા દોરો. કીડીઓ આ લક્ષ્મણ રેખા પાર કરીને પાછા ફરવાની હિંમત નથી કરતી.


મીઠું
મીઠાના ઉપાયથી પણ કીડીઓને ભગાડી શકાય છે. આ માટે એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં 4-5 ચમચી મીઠું નાખો. આ પછી પાણી ઉકળે એટલે તેને નીચે ઉતારીને સ્પ્રેની બોટલમાં ભરી લો. પછી તે પાણીને એવી જગ્યાએ છાંટવું, જ્યાં કીડીઓની ઘણી અવરજવર હોય. મીઠાનાં ખારા પાણીનો છંટકાવ થતાં જ કીડીઓ પૂંછડી દબાવીને ત્યાંથી ભાગતી જોવા મળશે.


આ પણ વાંચોઃ મહિનો શરૂ થતાં જ ખિસ્સા ખાલી થઈ જાય છે? આ ઉપાય કરો, થશે માં લક્ષ્મીની કૃપા


કપૂર
સામાન્ય રીતે તમામ ઘરમાં પૂજા માટે કપૂરનો ઉપયોગ થાય છે. કપૂરના ઉપયોગથી પણ કીડીઓથી છૂટકારો મેળવી શકાય છે. કપૂરનો પાવડર બનાવીને કીડીઓની અવર-જવર હોય ત્યાં છાંટી દો. કપૂરની સ્ટ્રોંગ ગંધને કારણે કીડીઓ તમારા ઘરમાં પ્રવેશવાની હિંમત કરી શકશે નહીં. કબાટ સહિતની જગ્યાએ કપૂર રાખીને તમે તેમને કીડી-મકોડા જેવા જંતુઓથી બચી શકો છો.


મરચુ
કીડીઓને ભગાડવા માટે મરચાનો ઉપયોગ પણ થાય છે. મરચાની તિવ્ર ગંધ કીડીઓથી સહન નથી થતી અને તેઓ તુરંત ત્યાંથી ભાગી જાય છે. તમે મરચાને પીસીને એ જગ્યા પર છાંટી દો જ્યાં કીડીઓનો ત્રાસ સૌથી વધુ હોય. આ પ્રયોગ બાદ કીડીઓ ભૂલથી પણ તે જગ્યાએ ફરકતી નથી.


આ પણ વાંચોઃ કુંડળીમાં આ રીતે બને છે પ્રેમ યોગ, ક્યારે મળે છે પ્રથમ નજરનો પ્રેમ? જાણો


લવિંગ
લવિંગનો પ્રયોગ કરીને તમે કીડીઓને ઘરમાં ઘૂસતા રોકી શકાય છે. આ પ્રયોગ વર્ષોથી કરવામાં આવે છે અને તે કારગર પણ સાબિત થયો છે. હકીકતમાં લવિંગની સુગંધ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. તેના કારણે કીડીઓ તેને પસંદ નથી કરતી. પોતાના ઘરમાં જ્યાં કીડીઓનો ત્રાસ વધારે હોય ત્યા છાંટી લો. તમે કીડીઓના રસ્તા પર લવિંગ મૂકી દેશો તો પણ આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube