KC Rao national party launch: તેલંગાણાના મુખ્યમંત્રી રાષ્ટ્રીય પાર્ટી લોન્ચ કરવાના છે. તેને લઇને તેમની પાર્ટી ટીઆરએસમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોમાં દારૂ અને ચિકન સુધી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ટીઆરએસ નેતા રાજનાલા શ્રીહરિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપહી વાયરલ થઇ રહ્યો છે અને તેના પર વિવાદ પણ સર્જાયો છે. તેમણે મંગળવારે પોતાના પૂર્વ મત વિસ્તાર વારંગલમાં દશેરાના અવસરે લોકોને દારૂ અને ચિકન વેચ્યું. વાયરલ વીડિયોમાં ચિકન અને દારૂ લેવા માટે લોકોની લાંબી લાઇન પણ જોઇ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂ અને ચિકન માટે લાગી લાંબો લાઇનો 
રાજનાલે વિતરણ માટે 200 ચિકન અને 200 દારૂની બોટલો ખરીદી અને 200 કુલીઓમાં વિતરણ કર્યું. શ્રીહરિ અને તેમની ટીમે કુલીઓને એકસભા માટે બોલાવ્યા જ્યાં તેલંગાણાના સીએમના ચંદ્રશેખર રાવ અને રાજ્યના આઇટી અને ઉદ્યોગ મંત્રીના ટી રામા રાવના કટઆઉટ ઉભા કરવામાં આવ્યા હતા. 


જાણો શું કહ્યું ટીઆરએસ નેતાએ 
શ્રીહરિએ કહ્યું કે દશેરાના અવસર પર મુખ્યમંત્રી કેસીઆરના રાષ્ટ્રીય પાર્ટી અધ્યક્ષ બનવાની પ્રાર્થના કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે કેસીઆરના પ્રધાનમંત્રી બનવા માટે અને કેટીઆરના પ્રદેશ પાર્ટી અધ્યક્ષ બનવા માટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી.


અહીં જુઓ વાયરલ વીડિયો: