નવી દિલ્હી: તેલંગાણાના નિઝામાબાદથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીંયા સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ  (TRS) મંડલ પ્રજા પરિષદના અધ્યક્ષ ઇમ્માદી ગોપી અને એક મહિલા વચ્ચે જમીન વિવાદમાં બોલાચાલી એટલી હદે વધી ગઇ કે તેમણે મહિલાની છાતી પર લાત મારી દીધી. ત્યારબાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મામલો તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના ઇંદાલવઇ ગામનો છે. અહીંયા ટીઆરએસના નેતા ગોપી અને મહિલા વચ્ચે જમીન વિવાદને લઇને બોલાચાલી થઇ રહી હતી. આ દરમિયાન મહિલાએ તેમને મારવા માટે ચંપલ ઉઠાવ્યું. એક મહિલાએ તેમના પર ચંપલ વડે હુમલો કરી દીધો. ત્યારબાદ મહિલાને નિર્દયતાપૂર્વક લાત મારી. જોકે ત્યારબાદ ત્યાં ઉભેલ એક વ્યક્તિએ તેને જોરથી ધક્કો માર્યો. 


મહિલાની ફરિયાદ બાદ ઇમ્માદ ગોપી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. જોકે ગોપીએ પોતે મહિલા અને તેના પરિવાર વિરૂદ્ધ તેમની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કેસ દાખલ કરાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાના પરિવારે ગોપી પાસેથી એક જમીન ખરીદી હતી, પરંતુ તે તેનું પજેશન તેમને આપી રહ્યો ન હતો. કેસમાં મોડું થતાં મહિલા અને તેના પરિવારના લોકોએ ગોપીના ઘરની સામે પ્રદર્શન કરી રહ્યા હતા. 



એએનઆઇના અનુસાર મહિલાએ ગોપી પાસેથી 33 લાખની પ્રોપટી દસ મહિના પહેલાં ખરીદી હતી. ત્યારબાદ ગોપીએ તે જમીનનું પજેશન મહિલા અને તેના પરિવાર આપ્યું ન હતું. પજેશનના બદલામાં તે તેમની પાસેથી બીજા 50 લાખ રૂપિયા માંગવા લાગ્યો.