લખનઉ : ઉત્તર પ્રદેશનાં મહોબા જિલ્લામાં પ્રવાસી મજુરોથી ભરેલી ટ્રક અનિયંત્રિ થઇને પલટી ગઇ. ટ્રકમાં મુસાફરી કરી રહેલી 3 મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે 12થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ચુકી છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટના પનવાડી પોલીસ સ્ટેશન વિસ્તારનાં ઝાંસી- મિર્ઝાપુર હાઇવેનાં મહુવા નજીક બન્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#ZEEWarriors : Zee ના કર્મચારી કોરોના પોઝિટિવ, જો કે આ સ્થિતીથી અમારો આત્મવિશ્વાસ બમણો થયો

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે ઔરૈયા જિલ્લામાં દર્દનાક દુર્ઘટના થઇ હતી. રાજસ્થાનથી આવી રહેલ ટ્રકની ડીસીએમ સાથે ટક્કર થઇ ગઇ હતી. જેમાં 25 પ્રવાસી મજુરોનાં મોત થયા હતા અને 20થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં મજુરોનાં પરિવહન મુદ્દે અને તંત્રની બેદરકારી મુદ્દે ભારે હોબાળો થયો હતો.


રાષ્ટ્રપતિ સાથે વીડિયો કોન્ફરન્સિંગમાં નિર્વસ્ત્ર થઇને ન્હાતો જોવા મળ્યો કર્મચારી

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓરૈયા માર્ગ દુર્ઘટનાનાં શિકાર મજુરોનાં શબ ટ્રકોમાં ભરીને ઝારખંડ મોકલવામાં આવ્યા હતા. એટલું જ નહી તે ટ્રક પર શબની સાથે સાથે ઘાયલ મજુરોને પણ બેસાડી દેવામાં આવ્યા હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આ મુદ્દે ટ્વીટ કરવું પડ્યું હતું. ત્યારે યુપી સરકાર હરકતમાં આવી હતી. તત્કાલ શબને વાહનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. મજુરોને પણ યોગ્ય સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમને રવાના કરવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube