રાજકીય કબુતરબાજી: ગોવા પુર્વ CM દિગંબર કામત ભાજપમાં જોડાય તેવી શક્યતા
ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઇએ પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક યોજી તો બીજી તરફ દિગંબર કામત ભાજપમાં જોડાય તેવી શક્યતા
પણજી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે નિધન થયા બાદ રાજ્યમાં ભાજપની ગઠબંધન સરકારે નવા નેતાની શોધમાં બેઠક યોજી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ આ બેઠકમાં જોડાવા માટે મોડી રાત્રે જ દિલ્હી પહોંચી ગયા હતા. બેઠકમાં ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઇ સહિત તેમનાં ત્રણ ધારાસભ્યો અને એમજીપીનાં ત્રણ ધારાસભ્યોએ રાજ્ય પરિવહન મંત્રી સુદીન નેતૃત્વમાં ભાગ લીધો હતો. બેઠકમાં પ્રદેશનાં ભાજપ સંગઠન મહાસચિવ સતીશ ઘોંડ, અપક્ષ ધારાસભ્ય અને રાજ્યનાં મહેસુલ મંત્રી રોહતન કોતે તથા કળા અને સંસ્કૃતી મંત્રી ગોવિંદ ગાવડે પણ હજાર રહ્યા હતા.
બેઠક બાદ ગોવા વિધાનસભાનાં ડેપ્યુટી સ્પીકર અને ભાજપ ધારાસભ્ય માઇકલ લોબોએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના નેતા સુધિન ધાવલિકર મુખ્યમંત્રી બનવા માંગે છે, તેમણે કહ્યું કે, તેઓ ભાજપને સમર્થન આપવા માટે અનેક વખત બલિદાન આપી ચુક્યા છે, તેમણે પોતાની માંગ પ્રબળ રીતે મુકી છે, પરંતુ ભાજપ હજી સુધી તે મુદ્દે સંમત નથી.
બીજી તરફ કોંગ્રેસ નેતા પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે ભાજપમાં જોડાવાના હોવાનાં સમાચાર પણ સામે આવી રહ્યા છે. એવું જણાવાઇ રહ્યું છે કે કામત દિલ્હીનાં ટોપનાં નેતૃત્વ સાથે સતત બેઠકો કરી રહ્યા છે. આ સવાલ અંગે કામતે કહ્યું કે, ગોવા જે લોકો રહી રહ્યા છે તેમને પુછો, હું સ્પષ્ટતા કરી ચુક્યો છું કે મારો દિલ્હી જવાનો કાર્યક્રમ 3 દિવસ પહેલાથી જ ફિક્સ હતો. ખોટા સમાચારોને ફેલાવવામાં આવી રહ્યા છે.
બીજી તરફ સુદિન ધાવનીલકરે નીતિન ગડકરી સાથે યોજાયેલી બેઠક બાદ કહ્યું કે, તેઓ પોતાની પાર્ટીનાં ધારાસભ્યો સાથે બેઠક બાદ જ કંઇ પણ કહી શકશે. તેમણે કહ્યું કે, હું હાલ પાર્ટીની એક્ઝિક્યૂટિવ કમિટીની બેઠક માટે જઇ રહ્યો છું. હું તેમનો પ્રસ્તાવ લાવવા અંગે જણાવીશ. એક કલાક પછી જ જણાવી શકીશ કે કોણ મુખ્યમંત્રી પદનો ઉમેદવાર હશે.
બીજી તરફ ગોવા ફોરવર્ડ પાર્ટી પ્રમુખ વિજય સરદેસાઇએ પોતાની પાર્ટીના ધારાસભ્યો વિનોદ પાલ્યેકર, જયેશ સલગાંવકર અને બે અપક્ષ રોહન ખાઉંટે અને ગોવિંદે ગૌઉડે પણ નીતિન ગડકરી સાથે યોજાયેલી બેઠકમાં પહોંચ્યા હતા. સરદેસાઇએ કહ્યું કે, અમે ભાજપને નહી પર્રિકરને સમર્થન આપ્યું હતું. હવે તો તેઓ નથી. તમામ વિકલ્પો ખુલ્લા છે. અમે ગોવામાં રાજનીતિક સંકટ નથી ઇચ્છતા. અમે ભાજપનાં નિર્ણયની રાહ જોઇ રહ્યા છીએ ત્યાર બાદ જ અમારી રણનીતિ નક્કી કરીશું.