TV અભિનેત્રી સાથે હોટલમાં રેપ, Facebookમાં થઇ હતી આરોપીની ફ્રેંડશિપ
ફેસબુક ચેટ માધ્યમથી એક-બીજાના નંબરો બાદ બંન્નેની વચ્ચે સતત વીડિયો ચેટ થયું હતું, ત્યાર બાદ બંન્નેએ લગ્નનો નિર્ણય લીધો હતો
જયપુર : મુંબઇમાં રહેનારી એક ટીવી અભિનેત્રીએ 25 વર્ષનાં યુવક પર લગ્નની લાલચ આપીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીનો આરોપ છે કે રાજસ્થાનનાં નીમરાનામાં એક હોટલમાં તેણે દુષ્કર્મ કર્યું. પોલીસે આ મુદ્દે કેસ દાખલ કરીને આરોપીને શોધવાની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે.
નીમરાના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સંજય પુનિયાએ કહ્યું કે, આ મુદ્દે મુંબઇનાં ઓશિવરા પોલીસ સ્ટેશનમાં બુધવારે એક ઝીરો એફઆઇઆર પ્રાપ્ત થઇ. આ મુદ્દે આરોપીને સમન મોકલવામાં આવી ચુકી છે અને પીડિતાને આગળની તપાસ માટે નીમરાના આવવા માટે કહેવામાં આવ્યું છે. જો કે આરોપી અને પીડિતા બંન્નેમાં કોઇના તરફથી કોઇ જ જવાબ આવ્યો નથી.
પુનિયાનાં અનુસાર સોશિયલ મીડિયાનાં માધ્યમથી ટેલીવિઝન અભિનેત્રીની દોસ્તી કાનપુરનાં યુવક સાથે થઇ હતી. તેમણે ફેસબુક ચેટનાં માધ્યમથી એકૃબીજા નંબર લીધો અને ત્યાર બાદ બંન્ને વચ્ચે સતત વીડિયો ચેટ ચાલ્યું હતું.
બંન્ને કલાકો સુધી ચેટિંગ ચાલુ કરી દીધું અને ત્યાર બાદ બંન્નેએ લગ્નનો નિર્ણય લીધો. જો કે યુવકે આ વાતચીતને આગળ વધારવા માટે કહ્યું. એટલા માટે તેમણે શાજાપુર, લખનઉ, દિલ્હી અને નીમરાના જેવા ઘણા રસપ્રદ સ્થળો પર ફરવાની યોજના બનાવી. બંન્ને સ્થળમાં ફર્યા. પીડિતાની બહેન પણ તેમની સાથે હતી.
પુનિયાએ કહ્યું કે, 22 વર્ષીય અભિનેત્રીએ તે યાત્રા દરમિયાન પણ શારીરિક સંબંધો બનાવ્યાનો આરોપ લગાવ્યો. આરોપીએ તેમને કાનપુરમાં પોતાનાં માતા - પિતાની સાથે મુલાકાત પણ કરાવી. જો કે મુંબઇ પરત ફર્યા બાદ હવે અભિનેત્રીએ આરોપીને ફોન કર્યો, તો તેને લગ્ન કરવાની મનાઇ કરી દીધી. ત્યાર બાદ તેણે સાત સપ્ટેમ્બરે ઓશવરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે.