ટ્વીંકલ પર PMની ટીપ્પણી બાદ આ પાર્ટીમાં જોડાઇ શકે છે, કહ્યું હિસ્સો બનવાનું પસંદ કરીશ
ટ્વીંકલે સ્પષ્ટતા કરતા કહ્યું કે વડાપ્રધાનને પણ મારા વ્યક્તિત્વનો અહેસાસ છે
નવી દિલ્હી : અભિનેત્રીમાંથી લેખીકા બનેલા ટ્વીંકલ ખન્નાએ શુક્રવારે તે એક પાર્ટી અંગે જણાવ્યું, જેનો હિસ્સો તેઓ ચાલી રહેલ લોકસભા દરમિયાન બનવા માંગે છે. ટ્વિંટકલનાં પતિ અને અભિનેતા અક્ષય કુમારે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇંટરવ્યું લીધો હતો. આ ઇંટરવ્યુમાં મોદીએ ટ્વીંકલ પર કટાક્ષ કરતા કહ્યું કે, સરકાર અંગે ટ્વીંકલના વિચારોને જાણવા માટે તેઓ સોશિયલ મીડિયા પર હંમેશા નજર રાખે છે.
જેલમાં જ રહેશે કૌભાંડી નીરવ મોદી બ્રિટનની કોર્ટે ફરી જામીન અરજી ફગાવી
PM મોદીનાં નામનું ટીશર્ટ પહેરી લગાવી રહ્યો હતો રાહુલનું પોસ્ટર, કોંગ્રેસ નેતાએ ભગાડ્યો
ટ્વીંલનાં આ સોશિયલ મીડિયા પર તે વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ તેઓ રાજનીમાં જોડાઇ શકે છે અથવા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પોતાનું સમર્થન આપી શકે છે, પરંતુ ટ્વીંકલે શુક્રવારે એક ટ્વીટ દ્વારા સ્પષ્ટ કરી દીધું કે, ન કંઇ વધારે છે અને ન તો કંઇ ઓછું. એક જવાબનો અર્થ કોઇને પોતાનું સમર્થ આપવું નથી. અહીં માત્ર એક જ એવી પાર્ટી છે, જેનો હું હિસ્સો બનવાનું પસંદ કરીશ અને તે છે જ્યાં મોટા પ્રમાણમાં વોડકા શોટ્સ હોય અને બીજા દિવસનું હેંગ ઓવર બસ આ એક જ પાર્ટી મને પસંદ છે.