સૂચના અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકર્સે નામ અને પ્રોફાઈલ ફોટો બદલી નાખ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ સાથે પણ બુધવારે છેડછાડ કરવામાં આવી.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ સાથે પણ બુધવારે છેડછાડ કરવામાં આવી. જો કે હવે આ એકાઉન્ટ રિસ્ટોર કરી લેવાયું છે.
હેકર્સે નામ અને ફોટો બદલી નાખ્યો
હેકર્સે સૂચના અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટનો ફોટો અને નામ બદલી નાખ્યું હતું. હેકર્સે પ્રોફાઈલ પર એલન મસ્કના નામ સાથે માછલીનો પ્રોફાઈલ ફોટો લગાવી દીધો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube