નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યા બાદ કોંગ્રેસે બુધવારે મોડી રાત્રે દાવો કર્યો કે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ વિરુદ્ધ પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટીએ કહ્યું કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) ના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટીના સચેતક મનિકમ ટૈગોર, અસમ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રિ જિતેન્દ્ર સિંહ તથા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ EOS-3 સેટેલાઇટ લોન્ચ કરી ISRO એ રચ્યો ઈતિહાસ, ભારતનું 'વોચડોગ' આકાશમાં તૈનાત


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાછલા સપ્તાહે દિલ્હીમાં કથિત બળાત્કાર અને હત્યાની શિકાર નવ વર્ષની બાળકીના પરિવારની સાથે તસવીરો ટ્વીટ કરી હતી. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ (NCPCR) એ રાહુલ ગાંધીના ટ્વીટ પર હસ્તક્ષેપ કર્યો અને ટ્વિટરને સગીર પીડિતાની નિજતાનું ઉલ્લંઘન કરવા માટે કોંગ્રેસ નેતાના એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 


સુરજેવાલે તે તસવીરને ટ્વીટ કરી પીએમ પર સાધ્યુ હતુ નિશાન
તમને જણાવી દઈએ કે આ મામલા પર કોંગ્રેસ મહાસચિવ અને મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવેલી તસવીરને ટ્વીટ કરતા લખ્યુ- મોદી સરકાર દલિતની પુત્રીને ન્યાય આપવાની જગ્યાએ, હમદર્દી તથા ન્યાય માંગનારનો અવાજ દબાવવા માટે ષડયંત્ર કરી રહી છે. મોદીજી #Twitter ને ડરાવીને રાહુલ ગાંધીના એકાઉન્ટને બંધ કરાવીને પણ ન્યાયનો અવાજ દવાબી શકશે નહીં. ટ્વિટરને દબાવ્યા વગર એફઆઈઆર નોંધાવો, ન્યાય આપવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube