Twitter ની મોટી કાર્યવાહી, ભારત સરકારની માંગણી પર 1300થી વધુ એકાઉન્ટ બંધ કર્યા
ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવા માટે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે આખરે આઈટી મંત્રાલય દ્વારા નિર્દેશિત ઓછામાં ઓછા 90થી 95 ટકા એકાઉન્ટ્સ પર કાં તો રોક લગાવી દીધી છે અથવા તો તેને બંધ કરી દીધા છે.
નવી દિલ્હી: ટ્વિટર (Twitter) અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવા માટે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે આખરે આઈટી મંત્રાલય દ્વારા નિર્દેશિત ઓછામાં ઓછા 90થી 95 ટકા એકાઉન્ટ્સ પર કાં તો રોક લગાવી દીધી છે અથવા તો તેને બંધ કરી દીધા છે. આઈટી મંત્રાલયે (IT Ministry) બે અલગ અલગ નોટિસ પાઠવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Twitter) ને ચેતવ્યું હતું અને ત્યારબાદ તેણે આ કાર્યવાહી કરી છે.
ટ્વિટરે (Twitter) જે એકાઉન્ટ્સ પર રોક લગાવી છે તેમાં રાજ્યસભા સદસ્ય અને સમાજવાદી પાર્ટી (SP) ના નેતા સુખરામ સિંહ યાદવની સાથે સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક નેતાઓ સામેલ છે. હવે ભારતમાં ટ્વિટરનો ઉપયોગ કરનારા યૂઝર્સ જો સુખરામના ટ્વિટર એકાઉન્ટ પર જવાનો પ્રયત્ન કરે તો તેમને એક સંદેશ મળી રહ્યો છે જેમાં લખેલુ છે કે 'કાયદાકીય માંગણીના જવાબમાં ભારતમાં સાંસદ સુખરામના એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી છે.'
Shocking! 9 ગામના લોકોએ એક સાથે સરકાર પાસે કરી ઈચ્છા મૃત્યુની માંગણી, કારણ જાણીને સ્તબ્ધ થશો
વિદેશથી એક્સેસ થઈ શકે છે એકાઉન્ટ
આ બ્લોક્ડ એકાઉન્ટ્સને દેશની બહારથી એક્સેસ કરી શકાય છે. આઈટી મંત્રાલય દ્વારા ખેડૂતોના વિરોધ પ્રદર્શન (Farmers Protest) ને ધ્યાનમાં રાખીને લગભગ 1435 એકાઉન્ટ્સ બ્લોક કરવા માટે પાઠવવામાં આવેલી નોટિસ છતાં નિર્દેશોનું પાલન ન કરવા બદલ કંપનીને ચેતવણી આપવામાં આવી હતી. મંત્રાલયે ટ્વિટરને સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ભારતમાં તેની કાર્યપ્રણાલી કાયદા મુજબ નહીં રહે તો તેણે દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આ લોકોના એકાઉન્ટ્સ બ્લોક થયા
સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ ટ્વિટરે આઈટી મંત્રાલયના આદેશોનું પાલન કર્યું છે અને જે એકાઉન્ટ્સ પર શંકા વ્યક્ત કરાઈ હતી તેમના પર કાર્યવાહી કરાઈ છે. જે ખાતાઓ પર રોક લગાવવામાં અથવા તો સંપૂર્ણ રીતે બંધ કરાયા છે તેમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતા આનંદ સિંહ, આદિલ ખાન આઈએનસી, અંજના ઓમ મોદી, ભારતીય કિસાન યુનિયન (એક્તા) (ઉગ્રાહન) વગેરે સામેલ છે. હકીકતમાં આ એવા એકાઉન્ટ્સ છે જે રાજનીતિક હસ્તીઓ, મીડિયાકર્મીઓ અને અન્ય હસ્તીઓ તથા સંગઠનોના નામ પર ચાલતા હતા.
Twitter ની મોટી જાહેરાત: સરકારી સંસ્થાઓ અને નેતાઓના એકાઉન્ટમાં જોડાશે નવું 'લેબલ'
1435 એકાઉન્ટ પર કાર્યવાહીની કરાઈ હતી માંગણી
ભારતે બે અલગ અલગ નોટિસ પાઠવીને 1435 એકાઉન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વિચારાધીન એકાઉન્ટ્સનું વિવરણ હજુ સુધી જાહેર કરાયું નથી. ટ્વિટરે આ કાર્યવાહી પહેલા અને સરકાર તરફથી અપાયેલી ચેતવણી બાદ કહ્યું હતું કે તેને વિશ્વાસ નથી કે આઈટી મંત્રાલયે જે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે તે ભારતીય કાયદા મુજબ છે. કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે ગુરવારે રાજ્યસભામાં કહ્યું કે બોલવાની સ્વતંત્રતા છે, પરંતુ કલમ 19એ કહે છે કે તે યોગ્ય પ્રતિબંધોને આધીન છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube