Twitter Blue Tick: ભારતમાં પણ હવે બ્લુ ટીક માટે દર મહિને ચૂકવવો પડશે 900 રૂપિયા ચાર્જ
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે હવે ભારતમાં પણ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી છે. ભારતમાં ટ્વિટર બ્લુ ટીકની કિંમત 650 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ કરવામાં આવી છે. વેબ યુઝર્સને હવે ટ્વિટરમાં બ્લુ ટીક માટે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે મોબાઈલ યુઝર્સે તે માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે.
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે હવે ભારતમાં પણ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી છે. ભારતમાં ટ્વિટર બ્લુ ટીકની કિંમત 650 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ કરવામાં આવી છે. વેબ યુઝર્સને હવે ટ્વિટરમાં બ્લુ ટીક માટે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે મોબાઈલ યુઝર્સે તે માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે.
એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરને $44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. ત્યારથી તેણે ટ્વીટરમાં ઘણા ફેરફારો કર્યા છે. ઈલોન મસ્કે થોડા સમય પહેલા ટ્વિટર બ્લુ ટીક સર્વિસની જાહેરાત કરી હતી. જેના હેઠળ ટ્વિટરની કેટલીક વધારાની સેવાઓ યુઝ કરવા માટે હવે ચાર્જ ચૂકવવો પડશે.
આ પણ વાંચો:
Gautam Adani: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની તસ્વીર બદલશે અદાણી
આરોપી પીડિતાની સાથે લગ્ન કરે તો પણ સજા થશે, સુરતની હોટલમાં કરાયો હતો બળાત્કાર
ટ્વિટરે કેટલાક સમય પહેલા અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિતના કેટલાક દેશોમાં ટ્વિટર બ્લુ ટીક સર્વિસ શરૂ કરી હતી. આ દેશોમાં યુઝર્સ માટે ટ્વિટરનું બ્લુ ટીક સબસ્ક્રિપ્શન ચાર્જ દર મહિને 8 ડોલર છે. વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેવા માટે 84 ડોલર ચૂકવવા પડશે. Twitter Android વપરાશકર્તાઓ પાસેથી 3 ડોલર વધુ ચાર્જ કરીને Googleને કમિશન ચૂકવશે.
ત્યારે ભારતમાં પણ હવે ટ્વિટર બ્લુ ટીક સર્વિસ યુઝ કરવા માટે વેબ યુઝર્સે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે મોબાઈલ યુઝર્સ માટે તેનો ચાર્જ દર મહિને 900 રૂપિયા છે. જો કે વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેવા માટે 6800 રૂપિયા ચૂકવવા પડશે.
ટ્વિટર બ્લુ પર મળશે આ ફીચર્સ
- ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શનની સાથે યુઝર્સને બ્લુ ચેકમાર્ક અથવા ટિક આપવામાં આવે છે. આની સાથે યુઝર્સને ટ્વીટ એડિટ કરવાનો, 1080pમાં વીડિયો અપલોડ કરવાનો અને રીડર મોડને ઍક્સેસ કરવાનો વિકલ્પ મળશે.
- આ ઉપરાંત, ટ્વિટર વપરાશકર્તાઓને ઓછી જાહેરાતો જ્યારે બિન-સબ્સ્ક્રાઇબર્સને આગામી સમયમાં વધુ જાહેરાતો જોવા મળશે. કંપનીએ કહ્યું છે કે વેરિફાઈડ યુઝર્સને ટ્વીટમાં રિપ્લાય અને ટ્વીટમાં પ્રાયોરિટી પણ મળશે.
- એટલું જ નહીં, આ સેવા લેનારા યુઝર્સ 4000 અક્ષરો સુધીની ટ્વિટ પોસ્ટ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube