બેકફુટ પર આવ્યું Twitter, ભારતમાં વિનય પ્રકાશને બનાવ્યા Resident Grievance Officer
છેલ્લા ઘણા દિવસથી નવા આઈટી નિયમો (New IT Rules) નું પાલન કરવાની આનાકાની કરી રહેલું ટ્વિટર હવે બેકફુટ પર આવી ગયું છે. ટ્વિટરે ભારતમાં પોતાના ફરિયાદી અધિકારીની નિમણૂંક કરી છે.
નવી દિલ્હીઃ આખરે ભારતના કડક વલણ સામે ટ્વિટર ઝુકી ગયું છે. તેણે ભારતના નવા આઈટી કાયદાનો સ્વીકાર કર્યો છે. ટ્વિટરે આ પગલાં હેઠળ વિનય પ્રકાશને ભારત માટે નિવાસી ફરિયાદી અધિકારી (Resident Grievance Officer) ની નિમણૂંક પણ કરી છે. કંપનીએ પોતાની વેબસાઇટ પર આ વિશે જાણકારી આપી છે. ભારતમાં નવા IT નિયમોનું પાલન ન કરવાને કારણે ટ્વિટર સતત વિવાદોમાં હતું.
શું કહે છે નવા IT નિયમ
નવા આઈટી નિયમો હેઠળ 50 લાખથી વધુ યૂઝર્સ વાળી સોશિયલ મીડિયા કંપનીઓએ 3 મહત્વપૂર્ણ નિમણૂંક- મુખ્ય અનુપાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદી અધિકારીની નિમણૂંક કરવાની હોય છે. સાથે આ ત્રણેય અધિકારી ભારતના નિવાસી હોવા જોઈએ.
ટ્વિટરની વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચના પ્રમાણે હવે વિનય પ્રકાશ કંપનીના Resident Grievance Officer (RGO) હશે અને યૂઝર્સ પેજ પર આપવામાં આવેલી વેબસાઇટ દ્વારા તેમનો સંપર્ક કરી શકો છો. સાથે તેમાં અધિકારીનો સંપર્ક કરવા માટે બેંગલુરૂનું સરનામુ પણ આપવામાં આવ્યું છે. આ પહેલા ટ્વિટરે આઈટી નિયમો પ્રમાણે ધર્મેન્દ્ર ચતુરને ભારત માટે પોતાના અંતરિમ નિવાસી ફરિયાદી અધિકારી બનાવ્યા હતા પરંતુ ચતુરે પાછલા મહિને રાજીનામુ આપી દીધું હતું.
લખનઉ થી અલકાયદાના 2 સંદિગ્ધની ધરપકડ, ટાર્ગેટ પર હતા ભાજપના મોટા નેતા
નવા આઈટી મિનિસ્ટરે આપી હતી ચેતવણી
આ પહેલા ટ્વિટરે 8 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટને માહિતી આપી હતી કે તેણે અંતરિમ મુખ્ય અનુપાલન અધિકારીની નિમણૂક કરી છે, જે ભારતનો નિવાસી છે. આ સિવાય કંપનીએ નવા આઈટી નિયમો હેઠળ 8 સપ્તાહમાં નિયમિત પદો ભરવાની વાત કહી હતી. મહત્વનું છે કે નવા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંત્રાલયનો કાર્યભાર સંભાળતા ટ્વિટરને ચેતવણી આપી હતી કે દેશનો કાયદો સૌથી ઉપર છે અને ટ્વિટરે તેનું પાલન કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube