નવી દિલ્હીઃ કોંગ્રેસે શનિવારે કહ્યું કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પરંતુ માઇક્રો બ્લોગિંગ સાઇટ તરફથી ઇનકાર કર્યા બાદ પાર્ટીએ કહ્યું કે એકાઉન્ટને અસ્થાયી રૂપથી લૉક કરવામાં આવ્યું છે. પાર્ટી તરફથી આ દાવો તેવા સમય પર કરવામાં આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા ટ્વિટરે રાહુલ તરફથી પોસ્ટ કરવામાં આવેલી તે તસવીરને હટાવી દીધી, જેમાં એક રેપ પીડિતાની ઓળખ ઉજાગર થઈ રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ તસવીરને કારણે ટ્વિટર પર એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપતા લખવામાં આવ્યું- રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને તેને બહાલ કરવા માટે પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યાં સુધી તેઓ તમારી સાથે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જોડાયેલા રહેશે અને લોકોનો અવાજ ઉઠાવતા રહેશે અને તેમના માટે લડતા રહેશે. 


હવે એક ડોઝમાં કોરોના સામે મળશે રક્ષણ, Johnson&Johnson ની વેક્સિનને મળી મંજૂરી  


ટ્વિટર એકાઉન્ટને લઈને થયેલી કથિત કાર્યવાહીને કારણે શનિવારે રાહુલ ગાંધી પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કોઈ ટ્વીટ કરી શક્યા નહીં. તેમણે શનિવારે બે ઓલિમ્પિક મેડલ વિજેતાઓ નીરજ ચોપડા અને બજરંગ પૂનિયાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શુભેચ્છા આપી હતી. આ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીના નાંગલ ગામમાં રેપ અને હત્યાનો શિકાર 9 વર્ષીય બાળકીના માતા-પિતા સાથે મુલાકાત કરી તેની તસવીર શેર કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે ટ્વિટર અને દિલ્હી પોલીસને પત્ર લખી આ મામલામાં કાર્યવાહી કરવાનું કહ્યું હતું. પંચનું કહેવું હતું કે કોઈ સગીર પીડિતાના પરિવારની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરવી કિશોર ન્યાય કાયદો, 2015ની કલમ 74 અને બાળ યૌન અપરાધ નિવારણ કાયદો (પોક્સો) ની કલમ 23નું ઉલ્લંઘન છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube