નવી દિલ્હીઃ Twitter પર એલોન મસ્ક ઘણા ફેરફાર કરી રહ્યાં છે. તેમણે Twitter Blue સબ્સક્રિપ્શન ફીચર જારી કર્યું છે. આ સિવાય ટિકને પણ ત્રણ કલરમાં આપવામાં આવી રહ્યું છે. પહેલા માત્ર બ્લૂ ટિક આપવામાં આવતું હતું. તેમાં ફેરફારની અસર આજે દેખાવા લાગી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ તેનો અર્થ એવો નથી કે તેમનું એકાઉન્ટ વેરિફાઇડ નથી. તેમના નામની આગળ હવે ગ્રે કલરનું ટિક દેખાવા લાગ્યું છ. એકાઉન્ટ હેન્ડલની નીચે India Government Official નો ટેગ ગ્રે કલરમાં જોવા મળી રહ્યો છે. આ ફેરફાર નવી વેરિફિકેશન સિસ્ટમ હેઠળ કરવામાં આવી રહ્યો છે. 


આ પણ વાંચોઃ Shraddha Murder Case: SIT કરશે શ્રદ્ધા હત્યાકાંડની તપાસ, દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત


અમિત શાહના એકાઉન્ટની આગળ ગ્રે ટિક
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહ, નિતિન ગડકરી, પીયૂષ ગોયલના એકાઉન્ટમાં પણ બ્લૂ ટિક હટી ગયું છે. તેમના નામની આગળ હવે ગ્રે કલરનું ટિક જોવા મળશે. કંપનીએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધુ હતું કે ગ્રે ટિક માત્ર સરકાર સાથે જોડાયેલા લોકોને આપવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube