નવી દિલ્હી: રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓના એકાઉન્ટ લોક થઈ જતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ટ્વિટર ઈન્ડિયા ભારતમાં લોકતંત્રનું ગળું ઘોંટવામાં ભાજપ સરકારને સાથે આપી રહ્યું છે. આ બાજુ રાહુલ ગાંધી ટ્વિટર એકાઉન્ટ લોક થતા ઈન્સ્ટાગ્રામથી પોસ્ટ શેર કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તાજી પોસ્ટમાં લખ્યું કે ડરો મત, સત્યમેવ જયતે. આ સાથે કેટલીક સ્લાઈડ પણ પોસ્ટ કરી છે. 


પ્રિયંકાએ ટ્વીટ કરીને સવાલ પૂછ્યો
પ્રિયંકા ગાંધીએ પોતાના ડીપીમાં પણ રાહુલ ગાંધીનો ફોટો મૂકી દીધો. પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું કે 'શું ટ્વિટર કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં પોતાની નીતિને અનુસરી રહ્યું છે કે પછી મોદી સરકારની નીતિને? તેણે અનુસૂચિત જાતિ આયોગનું ટ્વિટર એકાઉન્ટ કેમ બંધ નથી કર્યું. જ્યારે તેમણે પણ તે જ તસવીરો ટ્વીટ કરી હતી. જે અમારા કોઈ નેતાએ કરી હતી.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube