નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ દર્શાવનાર નક્શાને લઈને નિશાના પર આવેલ ટ્વિટરે સરકાર તરફથી પગલા ભરતા પહેલા પોતાની ભૂલ સુધારી લીધી છે. ટ્વિટરે વેબસાઇટથી વિવાદિત નક્શાને હટાવી દીધો છે. સોમવારે સાંજે આ મામલો સામે આવ્યા બાદ સરકાર તરફથી સંકેત આપવામાં આવ્યા હતા કે સોશિયલ મીડિયા કંપનીએ તેનું પરિણામ ભોગગવું પડશે. થોડી કલાકો બાદ ટ્વિટરે વેબસાઇટના કરિયર સેક્શનમાં જોવા મળી રહેલા ગ્લોબલ નક્શાને હટાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા આઈટી નિયમોને લઈને ભારત સરકારની સાથે જારી ગતિરોધ વચ્ચે ટ્વિટરની વેબસાઇટનો ભારતે ખોટો નકશો દેખાડ્યો હતો. તેને લઈને દેશવાસીઓનો આકરો વિરોધ નોંધાવ્યો છે અને માઇક્રોબ્લોગિંગ મંચ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. આ પ્રથમવાર નથી જ્યારે ટ્વિટરે ભારતના નક્શાને ખોટી રીતે રજૂ કર્યો હોય. આ પહેલા પણ તેણે લેહને ચીનનો ભાગ દેખાડ્યો હતો. 


આ પણ વાંચોઃ Black Fungus: દેશમાં મ્યુકોરમાઇકોસિસના અત્યાર સુધી 40,845 કેસ, બીમારીથી 3129 લોકોના મૃત્યુઃ હર્ષવર્ધન


નવા સોશિયલ મીડિયા નિયમોને લઈને ડિજિટલ ક્ષેત્રની દિગ્ગજ અમેરિકી કંપનીનો ભારત સરકારની સાથે ટકરાવ ચાલી રહ્યો છે. ભારત સરકારે દેશના નવા આઈટી નિયમોની ઇરાદાપૂર્વક અનદેખી અને ઘણીવાર કહ્યાં છતા નિયમોનું પાલન ન કરવાને લઈને તેની આલોચના કરી હતી. ઉલ્લેખનીય છે કે નવા નિયમો હેઠળ આ માઇક્રોબ્લોગિંગ મંચને મધ્યસ્થ તરીકે મળેલી કાયદાકીય રાહત સમાપ્ત થઈ ગઈ છે અને તેવામાં તે યૂઝર્સો દ્વારા કરવામાં આવેલી ગેરકાયદેસર પોસ્ટ માટે જવાબદાર હશે. 


સોશિયલ મીડિયા યૂઝર્સે વેબસાઇટના કરિયર સેક્શનમાં ભારતના ખોટો નક્શાને લઈને ટ્વિટરની ટીકા કરી હતી. વૈશ્વિક નક્શામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતની બહાર દેખાડવાને લઈને લોકોએ નારાજગી વ્યક્ત કરી અને તે સરકારને ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગં કરી કારણ કે તે આ પહેલા પણ આ રીતે નિયમોનો ભંગ કરી ચુક્યુ છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube