નવી દિલ્હીઃ હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે મંગળવારે નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાને પરોક્ષ રૂપથી ચેતવણી આપી કે, તેણે પાકિસ્તાન ચાલ્યા જવું જોઈે. ગંભીરે ઉમરના તે નિવેદન પર ટિપ્પણી કરી જેમાં એનસી નેતાએ કહ્યું હતું કે, તેની પાર્ટી જમ્મૂ-કાશ્મીરની સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન કરશે અને ત્યાં ફરી એકવાર 'વજીર-એ-આજમ' (વડાપ્રધાન) હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ક્રિકેટરે ટ્વીટ કહ્યું, "ઉમર અબ્દુલ્લા જમ્મૂ-કાશ્મીર માટે એક અલગ વડાપ્રધાન ઈચ્છે છે અને હું મહાસાગર પર ચાલવા ઈચ્છું છું." ઉમર અબ્દુલ્લા જમ્મૂ-કાશ્મીર માટે અલગ વડાપ્રધાન ઈચ્છે છે અને હું ઈચ્છું છું કે સૂઅર ઉડવા લાગે. તેણે કહ્યું કે, ઉમરને 'થોડા આરામ અને એક કડક કોફી'ની જરૂર છે અને જો તેમ છતાં તે ન સમજી શકે તો તેને 'લીલા પાકિસ્તાની પાસપોર્ટ'ની જરૂર છે. 



ઉમરે ભાજપના નેતા પર પલટવાર કરતા ટ્વીટ કર્યું, 'ગૌતમ, હું ક્યારેય વધુ ક્રિકેટ રમ્યો નથી કારણ કે મને ખ્યાલ છે કે હું તે મામલામાં બહુ સારો નથી.' તમે જમ્મૂ-કાશ્મીર, તેનો ઈતિહાસ કે ઈતિહાસને આકાર આપવામાં નેશનલ કોન્ફરન્સની ભૂમિકા વિશે વધુ જાણતા નથી... તેમ છતાં પણ પોતાનું અજ્ઞાન બધાને દેખાડવા પર તૈયાર છો. તેણે કહ્યું કે, ગંભીરે માત્ર તે વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ જેને તે જાણે છે અને તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશે ટ્વીટ કરે. 



સોમવારે ઉત્તર કાશ્મીરના બાંદીપુરામાં એક જનસભાને સંબોધિત કરતા પૂર્વ મુખ્યપ્રધાને કહ્યુ હતું કે, ભારત સંઘમં જમ્મૂ-કાશ્મીરનું જોડાવું ત્યારે થયું જ્યારે રાજ્ય માટે ઘણા બંધારણિય ઉપાય કરવામાં આવ્યો અને જો કોઈ છેડછાડ થઈ તો ભારત સાથે જમ્મૂ કાશ્મીર જોડાવાની પ્રક્રિયા પર સવાલ ઉભા થશે. તેણે કહ્યું કે, તેની પાર્ટી જમ્મૂ કાશ્મીરમાં સદર-એ-રિયાસત (રાષ્ટ્રપતિ) અને વજીર-એ-આજમ (વડાપ્રધાન) પદ્દેને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરશે.