નવી દિલ્હીઃ સરકાર સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ટ્વિટરે વધુ એક મોટી ભૂલ કરી છે. જેનું પરિણામ માઇક્રોબ્લોગિંગ સાઇટે ભોગવવું પડી શકે છે. ટ્વિ઼ટરે ભારતના નક્શા સાથે છેડછાડ કરતા કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ ગણાવ્યો છે. સરકારી સૂત્રો પ્રમાણે સરકાર આ મામલામાં આકરી કાર્યવાહી કરી શકે છે. આ પહેલા ટ્વિટરે લેહને ચીનનો ભાગ ગણાવી દીધો હતો. જેના પર સરકારે વિરોધ નોંધાવી ચેતવણી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના નવા આઈટી રૂલ્સને માનવામાં આનાકાની કરનાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પોતાની વેબસાઇટના કરિયર સેક્શનમાં આ ખોટો નક્શો દર્શાવ્યો છે. ટ્વિપ લાઇફ સેક્શનમાં જોવા મળી રહેલા નક્શામાં જમ્મુ અને કાશ્મીરને અલગ દેશ દેખાડવામાં આવ્યો છે તો લેહને ચીનનો ભાગ દર્શાવવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ નવા કાશ્મીરના પ્લાનથી અકળાયું પાકિસ્તાન, લદાખમાં રક્ષામંત્રીએ દુશ્મનોને આપી ચેતવણી


ટ્વિટરે આ ભૂલ એવા સમયે કરી છે જ્યારે ભારતના આઈટી કાયદાને લઈને તેનો સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો છે અને હાલમાં ભારતના આઈટી તથા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ એક કલાક બંધ કરી દીધુ હતું. માનવામાં આવી રહ્યું છે કે સરકાર ટ્વિટર પર કાર્યવાહી કરી શકે છે. 


કાયદામંત્રીએ ટ્વિટરના ઈરાદા પર ઉઠાવ્યા છે સવાલ
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પહેલા જ ટ્વિટરના ઇરાદાને લઈને સવાલ ઉઠાવ્યા છે. મંત્રીનું કહેવું છે કે ટ્વિટર બેવડા માપદંડ અપનાવે છે. તો ટ્વિટરની આ હરકત કાયદા મંત્રીના નિવેદનને સાચુ સાબિત કરવાનું કામ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube