શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં શુક્રવારે એલઓસી પર પાકિસ્તાની સૈનિકો દ્વારા સીઝફાયર ઉલ્લંઘનમાં સેનાના બે અધિકારી શહીદ થઈ ગયા છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, કેરન સેક્ટરમાં સવારે 11 કલાકે 55 મિનિટ પર પાકિસ્તાને ગોળીબારી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારી પ્રમાણે, આ ગોળીબારીમાં એક જૂનિયર કમિશંડ અધિકારી (જેસીઓ) શહીદ થઈ ગયા અને અન્ય એક ઈજાગ્રસ્ત થયા હતા, જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાએ સંઘર્ષવિરામ ઉલ્લંખનનો આકરો જવાબ આપ્યો છે. 


મહત્વનું છે કે, ગુરૂવારે એક પ્રમુખ સૈન્ય કમાન્ડરે જમ્મૂ કાશ્મીરના પુંછ અને અખનૂર સેક્ટરોમાં નિયંત્રણ રેખા પર અગ્નિમ ચોકીઓનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે જવાનોની તૈયારીઓ અને હાલની પરિસ્થિતિનું પણ નીરિક્ષણ કર્યું હતું. 


ગુરૂવારે પ્રવાસ પર પહોંચેલા ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહે દુશ્મન અને રાષ્ટ્ર વિરોધી તત્વોના નાપાક ઈરાદાને નાકામ કરવા માટે તમામ જવાનો અને અધિકારીઓને સજાગ રહેવાનું કહ્યું હતું. ઉત્તરી સૈન્ય સમાન્ડરની સાથે વાઇટ નાઇટ કોચના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહ પણ હાજર રહ્યાં હતા.