ગુવાહાટીઃ અસમના જોરહાટ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદીમાં મોટી દુર્ઘટના થઈ છે. જવાજ અને યાંત્રિક બોટ વચ્ચે ટક્કર બાદ બોટ ડૂબી ગઈ, જેમાં 120 લોકો સવાર હતા. ઘટના બાદ એનડીઆરએફની ટીમ બચાવમાં લાગી અને 100 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ હજુ કેટલાક લોકો લાપતા છે. રાહતની સાત છે કે મોટાભાગના લોકોને બચાવી લેવાતા મોટી દુર્ઘટના ટળી છે. આ દુર્ઘટના જોરહાટ જિલ્લાના નિમાતીઘાટની પાસે થઈ છે. 


નોર્થ ઈસ્ટ ટુડેના રિપોર્ટ પ્રમાણે બંને બોટમાં આશરે 120 લોકો સવાર હતા. હાલ રાહતની વાત છે કે 100થી વધુ લોકોને બચાવી લેવાયા છે અને કેટલાક લોકોની શોધખોળ ચાલી રહી છે. તેવામાં એક વીડિયોમાં બોટની ટક્કર બાદ લોકો રાડો પાડી રહ્યા છે અને બચાવવા માટે વિનંતી કરી રહ્યાં છે. ઘણા લોકો તરવાનો પણ પ્રયાસ કરી રહ્યાં છે. તો અમુક લોકો ડૂબતા જોવા મળી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube