ભારતમાં Omicron ની એન્ટ્રી, આ રાજ્યમાં નોંધાયા બે કેસ, 5 ગણો વધુ ખતરનાક વાયરસ
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને ભારત સરકારે સ્વાસ્થ્ય મંત્રાલયે WHO ના હવાલેથી જણાવ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી 5 વધુ ખતરનાક છે અને આ ઝડપથી ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ 29 દેશમાં ફેલાઇ ચૂક્યો છે.
નવી દિલ્હી: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને ભારત સરકારે સ્વાસ્થ્ય મંત્રાલયે WHO ના હવાલેથી જણાવ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી 5 વધુ ખતરનાક છે અને આ ઝડપથી ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ 29 દેશમાં ફેલાઇ ચૂક્યો છે. WHO એ તેને વેરિએન્ટ ઓફ કંસર્ન કેટેગરીમાં મુક્યો છે.
ભારતમાં 24 કલાકમાં બે ઓમિક્રોન કેસની પુષ્ટિ થઇ છે. બંને કેસ કર્ણાટકના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે આજે પત્રકાર પરિષદમાં આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 29 દેશોમાં 373 ઓમિક્રોનના કેસ દુનિયામાં રિપોર્ટ થયા છે. આ ઓમિક્રોન વેરિએન્ટ બીટા અને ડેલ્ટા વેરિએન્ટથી વધુ ઝડપથી ફેલાય છે. ડબ્લ્યૂએચઓના અનુસાર આ વેરિએન્ટમાં 45 થી 52 મ્યૂટેશન જોવા મળ્યા છે. ડબ્લ્યૂએચઓના અનુસાર રિપોર્ટમાં અત્યાર સુધી જે આવ્યા છે તેમાં તેને માઇલ્ડ મળી આવ્યો છે.
અમદાવાદી યુવકે અયોધ્યામાં બોમ્બ બ્લાસ્ટની આપી ધમકી, બ્લેક કૈટ કમાન્ડો તૈનાત
મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ તરફથી જાણકારી આપવામાં આવી છે કે દેશમાં એક મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. હવે બે રાજ્યોમાં મહારાષ્ટ્ર અને કેરલમાં 10 હજારથી વધુ કેસ એક્ટિવ છે જોકે દેશના 55 ટકા છે. 49% વસ્તીએ વેક્સીનના બે ડોઝ લગાવી લીધા બાદ આ કોવિડ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
લવ અગ્રવાલે કહ્યું કે જે પણ યાત્રીઓ એટ રિસ્ક દેશોમાંથી આવી રહ્યા છે, તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જો કોરોનાની પુષ્ટિ થાય છે તો તેમને ગાઇડલાઇન્સના અનુસાર ટ્રીટ કરવામાં આવે છે. જો રિપોર્ટ નેગેટિવ આવે છે તો તેને સાત દિવસ માટે કોરોન્ટાઇન કરવામાં આવે છે.
30 નવેમ્બરના રોજ અપડેટ યાદીના અનુસાર જોખમવાળા (એટ રિસ્ક) દેશોમાં યૂરોપીય દેશ, બ્રિટન, દક્ષિણ આફ્રીકા, બ્રાજીલ, બોત્સવાના, ચીન, મોરીશસ, ન્યૂઝિલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઇઝરાઇલ છે.
આઇસીએમઆરના મહાનિર્દેશક ડો બલરામ ભાર્ગવે કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) મળી આવ્યા છે પરંતુ પેનિક કરવાની જરૂર નથી. કોવિડ નિયમોનું પાલન કરવું જરૂરી છે. લોકોએ વેક્સીન જરૂર લેવી જોઇએ. તો બીજી તરફ નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે 125 કરોડ વેક્સીન ડોઝ લગાવી ચૂક્યા છે અને 89 ટકાએ પ્રથમ ડોઝ લગાવી ચૂકી છે. હર ઘર દસ્તક કાર્યક્રમના લીધે વેક્સીનમાં વધારો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube