Jammu Kashmir: સાંબા જિલ્લામાં જોવા મળ્યા બે ડ્રોન, પાકિસ્તાન પરત ફર્યા
એસએસપી સાંબા રાજેશ શર્મા (SSP Samba Rajesh Sharma) ના અનુસાર આજે સાંજે સાંબાના ઘગવાલ અને ચછવાલ વિસ્તારમાં સ્થાનિક લોકોએ બે ડ્રોન જોયા હતા.
સાંબા: જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) માં ઘણીવાર ડ્રોન સાથે સંકળાયેલી ઘટનાઓ જોવા મળે છે. સીમા પાર આવનાર આ ડ્રોન દ્વારા ઘણા હથિયાર મોકલવામાં આવી રહ્યા છે. ફરી એકવાર ડ્રોન (Drone) જોવા મળ્યા છે અને તેને પાકિસ્તાન તરફથી ઉડાન ભરી છે.
એસએસપી સાંબા રાજેશ શર્મા (SSP Samba Rajesh Sharma) ના અનુસાર આજે સાંજે સાંબાના ઘગવાલ અને ચછવાલ વિસ્તારમાં સ્થાનિક લોકોએ બે ડ્રોન જોયા હતા. તેની સૂચના પોલીસને આપવામાં આવી હતી. ડ્રોન પછી પાકિસ્તાન તરફ ઉડાન ભરી હતી. જોકે આ કોઇ પ્રથમ મામલો નથી જ્યારે સીમા પાર ડ્રોનની ઘટના જોવા મળી હોય. આ પહેલાં પણ ઘણા મામલા સામે આવ્યા છે.
એક દિવસ પહેલાં 30 જુલાઇના રોજ જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)માં પાકિસ્તાન (Pakistan) ને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઇબી) પાસે પર્ગવાલ વિસ્તારમાં કેટલાક સ્થાનિક લોકોએ કથિત રીતે એક ઉડાનવાળી વસ્તુ જોઇ, ત્યારબાદ પોલીસે વિસ્તારમાં તલાશી અભિયાન શરૂ કર્યું. અધિકારીઓએ જાણકારી અપાતાં જણાવ્યું કે સમજી શકાય છે કે ઉડનાર આ વસ્તુ ડ્રોન હતી.
અધિકારીઓના અનુસાર ગુરૂવારે સાંજે ચમકતી વસ્તુ જોવા મળી હતી ત્યારબાદ પર્ગવાલ વિસ્તારના ઘણા ગામમાં પોલીસે તલાશી અભિયાન શરૂ કર્યું. મોડીરાત સુધી તલાશી અભિયાન રોકી દીધું અને સવારે લગભગ પાંચ વાગે ફરીથી શરૂ કરવામાં આવ્યું. જોકે તલાશી અભિયાનમાં કંઇ પ્ણ સંદિગ્ધ જોવા મળ્યું નથી. આ દરમિયાન ગુરૂવારે સાંબા (Samba) જિલ્લાના બારી-બ્રાહ્મણા, ચિલાધ્યા અને ગગવાલ વિસ્તારમાં ત્રણ સંદિગ્ધ પાકિસ્તાની ડ્રોન પણ જોવા મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube