એક સુંદર જિંદગી જીવવા માટે લોકો કેટલી મહેનત કરે છે. કેટલાક શૂન્યથી શરૂ કરી સફળતાની ઉંચાઇઓ સુધી પહોંચે છે. એક ફિલ્મનો ડાયલોગ છે- કિસ્મત બડી કુત્તી ચીજ છે, યે કભી ભી પલટ શકતી હૈ. આવુ જ લખનઉના ગોમતી નગરના એક પરિવાર સાથે થયું છે. જે પરિવાર વૈભવી જિંદગી જીવતો હતો તે આજે રોડ પર આવી ગયો છે. આ પરિવાર ક્યારેક સીએમઓ રહી ચુકેલા શખ્સનો છે, જે અત્યારે ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવવા મજબુર થઇ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પરિવારના મોભી ક્યારેક ચીફ મેડિકલ ઓફિસર હતા, પરંતુ લાંબા  સમયથી પરિવારના બધા લોકો ભીખ માગી પેટ ભરવા મજબુર બન્યા છે. ગોમતી નગરના વિનય વિભાગમાં ઘણા વૈભવી મકાનો છે, જેની વચ્ચે એક ખંડેર મકાન પણ છે જ્યાં ભાગ્યે જ કોઈ પણ સુખી જીવન જીવવા માગતો હશે. પરંતુ આ ઘરમાં રાધા અને માંડવી માથુર રહે છે. આ બંનેનો મોટા ભાઇ બીએન માથુરનું ગત વર્ષે મૃત્યુ પામ્યા છે.


[[{"fid":"194818","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ બંને (રાધા અને માંડવી)ના પિતા એમએમ માથુર ચીફ મેડિકલ ઓફિસર હતા. એટલા માટે બાળપણમાં કોઇ પણ વસ્તુની ક્યારે ખોટ સર્જાઇ ન હતી. આ બંને બહેનો ગ્રેજ્યુએટ છે. પરંતુ એક ઘટનામાં તેમની આખી જિંદગી બદલાઇ ગઇ છે. હકીકતમાં, તેમણે એક અકસ્માતમાં માતા-પિતાને ગુમાવ્યા હતા. ત્યાર બાદ બંને બહેનોનું માનસિક સંતુલન ખરાબ થઈ ગયું છે.


ભાઇ બીએન માથુરે બધી જવાબદારીઓ પૂર્ણ કરવાની જવાબદારી લીધી હતી. તેઓએ ઘણી નોકરીઓ શોધી, પરંતુ કોઇ પણ જગ્યાએ નોકરી મળી નહીં. એવામાં તેઓ ભીગ માગવા પર મજબુર થઇ ગયા હતા. 30 વર્ષમાં તેમનું સુંદર ઘર ખંડેરમાં ફેરવાઇ ગયું હતું. ઘરની આ તસવીર જણાવે છે કે અહીંયા રહેવુ કેટલું મુશ્કેલ છે. હાલમાં, બંને બહેનોની ઉંમર 60થી 65 વર્ષ છે. સંબધીઓ પણ તેમનાથી દૂર થઇ ગયા છે. આ બંને બહેનોના લગ્ન પણ થયા નથી. હાલ ‘રોટી બેંક’ આ બંને બહેનોનું પેટ ભરવાનું કામ કરી રહી છે.


દેશના ઘણા રાજ્યોમાં ‘રોટી બેંક’ શરૂ થઇ ગઇ છે. જ્યાં પૈસા નહીં, પરંતુ રોટલી જમાં કરવામાં આવે છે. તેમનો ઉદેશ્ય જરૂરિયાતમંદ લોકોની ભૂખ સંતુષ્ટવાનો છે. રોટી બેંકની ટેગલાઇન છે કે કોઇ ભૂખ્યું ના રહે. ઇન્ડિયન રોટી બેંક પરિવાર મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોને ખાવાનું પહોંચાડે છે.