દિલ્હીના ભરતનગરમાં ભાઈ-બહેનના થયેલા મોતનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો....
પડોશીઓએ જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવતાં પોલીસને બોલાવી ત્યારે પોલીસે દરવાજો તોડીને જોયું તો બંનેના મૃતદેહ સડી ગયેલી અવસ્થામાં હતા
નવી દિલ્હીઃ દિલ્હીના ભરતનગરમાં વયોવૃદ્ધ ભાઈ બહેનનું મોત ભૂખ અને તરસને કારણે થઈ ગયું. આ બંને ભાઈ-બહેન અહીં એકલા રહેતા હતા અને તેમના કોઈ પરિજન તેમના ખબર-અંતર લેવા આવતા ન હતા. તેમનું કોઈ આવકનું પણ સાધન ન હોય એવું લાગી રહ્યું છે. બંનેનું મોત બીમારી, લાચારી અને સ્વજનો દ્વારા નજરઅંદાજ કરવાના કારણે લાગેલા આઘાતના કારણે થઈ ગયું.
ભરતનગરના વિસ્તારમાં નિવૃત્ત સરકારી કર્મચારી રાજકુમારી દેવી(80 વર્ષ) તેમના 95 વર્ષના લકવાગ્રસ્ત બીમાર ભાઈ ચમનલાલ સાથે રહેતાં હતાં. ચમનલલા વીમા કંપનીમાંથી નિવૃત્ત થયેલા હતા. તેઓ ભરતનગરના રાણા પ્રતાબ બાગ વિસ્તારમાં રહેતા હતા. ચમનલાલને છેલ્લા 10 વર્ષથી લકવો મારી ગયો હતો અને તેમની બહેન રાજકુમારી દેવી જ તેમની સેવા કરતા હતા.
પડોશીઓના જણાવ્યા અનુસાર રાજકુમારી માત્ર દુધ લેવા જ ઘરની બહાર નિકળતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેઓ દૂધ લેવા પણ બહાર આવ્યા ન હતા. તેઓ પોતાના પૌરાણિક મકાનમાં રહેતા હતા. રાજકુમારી દેવીનું રવિવારે બપોરે હૃદયરોગના હુમલામાં મૃત્યુ થયાનું અનુમાન છે. તેમનું મૃત્યુ ભૂખ-તરસના કારણે થઈ ગયું હોવાનું અનુમાન છે.
કેવી રીતે જાણ થઈ
રાજકુમારી દેવી છેલ્લા કેટલાક દિવસથી દૂધ લેવા માટે ઘરના બહાર નિકળતાં ન હતાં. છેલ્લા બે દિવસથી તેમના ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. આથી પડોશીએ પોલીસને બોલાવી હતી. પોલીસે જ્યારે ઘરનો દરવાજો તોડ્યો તો ત્યારે રાજકુમારી દેવી અને ચમનલાલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ લગભગ સડી ગયેલી અવસ્થામાં હતા.
પોલીસ અધિકારી અનુસાર આ બંનેનું મૃત્યુ ત્રણ-ચાર દિવસ પહેલાં થયું હોવું જોઈએ. પહેલા રાજકુમારી દેવીનું મોત થયું હશે. ત્યાર પછી પથારીવશ રહેલા ચમનલાલનું ભૂખ અને તરસના કારણે મોત થઈ ગયું હશે.
જૂઓ LIVE TV....