Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો વાયરલ થતા રહે છે કે જેને જોઈને ક્યારેક તમને  હસવું આવે તો ક્યારેક નવાઈ પમાડી દે. લડાઈ ઝઘડાના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક તો સ્થિતિ ગંભીર હોય છે. યુપીના કાસગંજથી આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે મહિલા વકીલો વચ્ચે મારામારી થઈ. મામલો એ  હદે વધી ગયો કે એકબીજાને અધમૂઆ કરવા પર ઉતરી પડ્યા. લોકોએ તેમને છોડાવવાની ખુબ કોશિશ કરી પણ તેઓ લડતા જ રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકબીજાને અધમૂઆ કરવા લાગ્યા
આ ઘટના કાસગંજની જિલ્લા કોર્ટની છે. મારપીટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. એવું કહેવાય છે કે અહીં બે મહિલા વકીલો પોતાના અસીલની પેરવી કરવા મામલે આપસમાં લડાઈ પર ઉતરી આવી અને એકબીજાને અધમૂઆ કરવા લાગ્યા. ત્યાં હાજર અન્ય વકીલોએ આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી. 


મામૂલી વાત પર વિવાદ વધ્યો
પરસ્પર મારપીટ કરનારા આ મહિલા વકીલો કાસગંજના યોગિતા સક્સેના અને અલીગઢના સુનિતા કૌશિક છે. આ બંને વકીલો કાસંગજના પારુલ સક્સેના અને ચંદૌસીના રાહુલની પૈરવી કરવા માટે આવ્યા હતા. આ બધા વચ્ચે કોઈ મુદ્દે બંને મહિલા વકીલો વચ્ચે મામૂલી તુતુ મેમે થઈ ગઈ અને પછી તો વિવાદ વકર્યો અને મારપીટ પર ઉતરી આવ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube