નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર રેલી (Tractor Parade) દરમિયાન થયેલી હિંસા બાદ કિસાનોનું આંદોલન (Farmers Protest) સમાપ્ત થતું જોવા મળી રહ્યું છે. કિસાન સંગઠનોમાં ફૂડ પડી છે. જ્યાં રાકેશ ટિકૈત જેવા કિસાન નેતા આંદોલન જારી રાખવા માટે અનશનની વાત કરી રહ્યા છે તો તેના ભાઈ નરેશ ટિકૈત આંદોલન સમાપ્ત કરવાની વાત કરી રહ્યુ છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે બે અન્ય કિસાન સંગઠનોએ ખુદને કૃષિ કાયદા વિરુદ્ધ 2 મહિનાથી ચાલી રહેલા આંદોલનથી ખુદને અલગ કરી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ મંત્રી સાથે મુલાકાત બાદ લેવામાં આવ્યો નિર્ણય
બીકેયૂ (એકતા) ના અધ્યક્ષ હુકમ ચંદ શર્મા (Hukam Chand Sharma) અને બીકેયૂ (લોકશક્તિ) ના અધ્યક્ષ ઠાકુર શ્યોરાજ ભાટી (Thakur Sheoraj Bhati) એ આજે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત બાદ કિસાન આંદોલનથી અલગ થવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ઠાકુર ભાટીએ કહ્યુ કે, લગભગ 60 ગિવસથી અમે દલિત પ્રેરણા સ્થળ પર ધરણા આપી રહ્યા હતા. અમે સરકારના પ્રોટોકોલ અનુસાર આંદોલન કરી રહ્યા હતા. પરંતુ હવે આંદોલન દિશાહીન થઈ ચુક્યુ છે. 


કૃષિ કાયદા પર જારી રહેશે સરકાર સાથે વાતચીત
તેમણે કહ્યું કે, કેટલાક અરાજક તત્વોએ લાલ કિલ્લામાં ઝંડો ફરકાવ્યો, જેશી દેશના લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) એ એક-એક બિંદુ પ વાત કરી. આગળ પણ સરકાર સાથે વાત થશે. તો ભાટીએ ટિકૈત પર ટિપ્પણી કરતા કહ્યુ કે, તે આક્રમક નથી. સતત 60 દિવસથી કોઈ વ્યક્તિ બેસે તો આમ થઈ જાય છે. નવા કૃષિ બિલમાં કેટલીક ખામી છે. હવે સરકારની સાથે બેસીને વાત કરવાનો સમય છે. અમે કૃષિ મંત્રીને કહ્યુ કે, તેમની સાથે મધ્યસ્તાની કોઈ વાત કરવાની હશે તો અમે કરાવી દેશું.