Delhi Corona Update: કોરોના સંક્રમણને કારણે દિલ્હીમાં બે દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1407 નવા કેસ નોંધાયા છે. ત્યારે દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા 5955 પર પહોંચી ગઈ છે. જો કે, દિલ્હીમાં કોરોના સંક્રમણ દર ઘટીને 4.72 ટકા થઈ ગયો છે. તો બીજી તરફ દિલ્હીમાં 4,365 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 183 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન 1546 લોકો સાજા થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 29821 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં હાલ કોવિડ હોસ્પિટલમાં 9,590 બેડ અનામત છે. જેમાંથી 212 પર દર્દી દાખલ છે અને 9,378 બેડ ખાલી છે. તો બીજી તરફ કોવિડ કેર સેન્ટરમાં 825 બેડ અને કોવિડ હેલ્થ સેન્ટરમા 144 બેડ ખાલી છે. દિલ્હીમાં કુલ કન્ટેનમેન્ટ ઝોન 1,630 છે.


મોહાલી કોર્ટે તજિંદર બગ્ગા વિરૂદ્ધ ઇશ્યુ કર્યું ધરપકડ વોરન્ટ, ભાજપ નેતાની વધી મુશ્કેલીઓ


રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાના કુલ 18,92,832 કેસ સામે આવી ગયા છે. જેમાંથી 18,60,698 સાજા થઈ ગયા છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાથી કુલ 26,179 લોકોના મોત થયા છે. દિલ્હીમાં હાલ કુલ 5,955 એક્ટિવ કેસ છે. જો કે, શુક્રવારના દિલ્હીમાં 1,656 નવા કેસ સામે આવ્યા હતા અને સંક્રમણ દર 5.3 ટકા હતો. આ દરમિયાન લગભગ 30,700 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે, આ દરમિયાન કોઈપણ વ્યક્તિનું મોત થયું નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube