નકલી દૂધનો કાળો વેપલો...બે ભાઈઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને 7 વર્ષમાં બન્યા કરોડપતિ
મધ્ય પ્રદેશના બે યુવકો નકલી દૂધ બનાવીને 7 જ વર્ષમાં કરોડોની પ્રોપર્ટીના માલિક બની ગયાં.
સંદીપ ભમરકર, ભોપાલ: મધ્ય પ્રદેશના બે યુવકો નકલી દૂધ બનાવીને 7 જ વર્ષમાં કરોડોની પ્રોપર્ટીના માલિક બની ગયાં. દેવેન્દ્ર અને જયવીર ગુર્જર થોડા વર્ષો પહેલા નકલી દૂધ બનાવતી એક ફેક્ટરીમાં કામ કરતા હતાં. જ્યારે તેમણે જોયું કે આમાં તો નફો જ નફો છે તો તેમણે પોતાનો ધંધો શરૂ કર્યો. એમપી પોલીસની એસટીએફની રેડમાં પકડાયેલા આ બંને યુવકોના બેંક ખાતા તપાસવામાં આવ્યાં તો છેલ્લા 15 જ મહિનામાં 45 કરોડનું ટર્ન ઓવર ધ્યાનમાં આવ્યું છે. ભેળસેળના આ ધંધાની શરૂઆત તેમણે બાઈક પર દૂધ વેચીને કરી હતી અને હવે તેમની પાસે મોંઘીદાટ એસયુવી કાર છે અને તેમના અનેક ટેન્કરો દૂધ સપ્લાયમાં જોડાયેલા છે. તેમણે 2 કરોડ રૂપિયાનું રોકાણ કરીને નકલી દૂધ બનાવવાની ફેક્ટરી શરૂ કરેલી હતી.
PAKના સીઝ ફાયર ભંગની આડમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓનો સુરક્ષાદળોએ કર્યો ખાતમો
દેવેન્દ્ર ગુર્જર (42) અને જયવીર ગુર્જર (40) મુરૈના જિલ્લાના અંબાહ પાસે ધાકપુરા ગામના રહીશ છે. થોડા વર્ષો પહેલા તેઓ આસપાસના વિસ્તારોમાં બાઈકથી દૂધ સપ્લાય કરતા હતાં. પરંતુ નકલી દૂધના ધંધો કરીને અનેક પ્રોપર્ટીઓ ઊભી કરી લીધી. એસટીએફ એસપી રાજેશ સિંહ ભદૌરિયાએ જણાવ્યું કે તેમના બેંક ખાતામાં છેલ્લા 15 મહિનાની તપાસ થઈ તો 45 કરોડ રૂપિયાની આવક જોવા મળી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જ તેમણે બે મોંઘા મકાનો ખરીદ્યા છે. કેટલાક ટેન્કરો પણ ખરીદાયા છે. જેમને દૂધ સપ્લાયના કારોબારમાં લગાવવામાં આવ્યાં છે. આ બે ભાઈઓ મોંઘી જ્વેલરી અને બ્રાન્ડેડ કપડાં પહેરે છે. ગામના રહીશોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જ તેમના જીવનમાં અનેક આવા ફેરફારો જોવા મળ્યાં છે.
NMC બિલ વિરુદ્ધ ડોક્ટરોની હડતાળ, 24 કલાક રહેશે કામ પ્રભાવિત, દર્દીઓને હાલાકી
એસટીએફના એસપી રાજેશ સિંહ ભદૌરિયાએ જણાવ્યું કે અમને ગ્વાલિયરથી ઈનપુટ મળ્યા હતાં કે અહીં નકલી દૂધ બનાવવાનો ધંધો સતત વિકસિત થઈ રહ્યો છે. સૂચના મળતા જ અમે સાત લોકોની ટીમને તપાસ માટે મોકલી જેમણે ખેડૂત બનીને સાત દિવસ સુધી મુરૈના અને ભિંડ વિસ્તારોમાં દૂધના કારખાનાની જાણકારી મેળવી. આ ટીમો આ કારખાનાઓમાં દૂધ સપ્લાય કરવાનો પ્રસ્તાવ રજુ કરતી હતી. કારણ કે નકલી દૂધ બનાવવા માટે પણ તેમને 25 ટકા અસલી દૂધની જરૂર પડે છે. જેની પૂર્તિ તેઓ આસપાસના ખેડૂતો પાસે દૂધ ખરીદીને કરતા હતાં. પરંતુ ધંધો વધ્યો તો વધુ દૂધની જરૂર પડવા લાગી હતી. ટીમે તપાસ કરીને કન્ફર્મ કર્યું કે અહીં કારોબાર ચાલે છે. ત્યારબાદ એક સાથે વીસ ટીમોએ અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યાં. જાણવા મળ્યું કે નકલી દૂધ બનાવવા માટે ગ્લુકોઝ, રિફાઈન્ડ ઓઈલ, યુરિયા, મિલ્ક પાઉડર, અનેક પ્રકારના કેમિકલ સહિત હાઈડ્રોજન પેરોક્સાઈડ મળી આવ્યાં. નકલી દૂધ પણ મળી આવ્યું. પૂછપરછમાં સાબિત થયું કે આ લોકો આસપાસના વિસ્તારોમાં નકલી દૂધ સપ્લાય કરતા હતાં અને પનીર, માવા જેવી બાય પ્રોડક્ટ્સ એમપી સહિત દિલ્હી, હરિયાણા, યુપી અને રાજસ્થાનમાં સપ્લાય કરતા હતાં. નકલી દૂધ બનાવવાના ધંધામાં પાંચ પ્રકારના માફિયા છે. જેમાં એક દૂધ બનાવડાવે છે, બીજો બનાવે છે, ત્રીજો નકલી દૂધ બનાવવા માટે ઘાતક કેમિકલ અને સામગ્રી ઉપલબ્ધ કરાવે છે, ચોથો સપ્લાય કરે છે અને પાંચમો એ એજન્ટ જે આ માલને લોકો સુધી પહોંચાડે છે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...