નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાને પગલે દિલ્હી પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા જાહેર એડવાઈઝરીમાં આ બંને શંકાસ્પદ વ્યક્તિની તસવીર પણ જાહેર કરાઈ છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલા ફોટામાં બંને આતંકવાદી એક માઈલસ્ટોરનની પાસે ઊભા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શંકાસ્પદ વ્યક્તિઓમાંથી એક દાઢીવાળો છે. માઈલસ્ટોન પર ઊર્દૂમાં લખ્યું છે, દિલ્હી 360 કિમી દૂર, ફિરોઝપુર 9 કિમી દૂર. ફિરોઝપુર પંજાબમાં પાકિસ્તાનની સરહદ પર અડીને આવેલું શહેર છે. એટલે કે, આ માઈલસ્ટોન ભારતીય સરહદની નજીક પાકિસ્તાનના કોઈ વિસ્તારમાં આવેલો છે અને ત્યાં આ બંનેએ ફોટો પડાવ્યો છે. 


દિલ્હી પોલીસે લોકોને અપીલ કરકી છે કે, આ બંને શંકાસ્પદ વ્યક્તિમાંથી કોઈ પણ જોવા મળે તો પહાડગંજ પોલીસ સ્ટેશનના ફોન નંબર 011-23420787 કે 011-2352474 પર જાણ કરવા અપીલ કરાઈ છે. દિલ્હી પોલીસના અનુસાર આ બંને આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના છે. થોડા દિવસ અગાઉ ગુપ્તચર એજન્સીએ 5 આતંકવાદી પંજાબમાં ઘુસ્યા હોવા અંગેનો એલર્ટ પણ જાહેર કરાયો હતો. 


દિલ્હીમાં પકડાયો હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી, એરપોર્ટ પરથી ધરપકડ


ઉલ્લેખનીય છે કે, દિલ્હી એરપોર્ટ પર મંગળવારે દિલ્હી પોલીસના સ્પેશિલ સેલ દ્વારા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે વહેલી સવારે પકડવામાં આવેલા આ આતંકવાદીનું નામ અન્સારૂલ કહેવાઈ રહ્યું છે. આ આતંકવાદી 28 ઓક્ટોબરના રોજ કાશ્મિરના પુલવામા જિલ્લામાં જમ્મુ-કાશ્મિર પોલીસના એસઆઈ ઈમ્તિયાઝ અહેમદ મીરની હત્યામાં સામેલ હતો. 



સ્પેશિયલ સેલની તેની દરેક મૂવમેન્ટ પર છેલ્લા 15-20 દિવસથી નજર હતી. 20 નવેમ્બર એટલે કે આજના દિવસે તે જેવો દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો કે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. 


એસઆઈ ઈમ્પિયાઝની હત્યા કર્યા બાદ આતંકવાદી સૌથી પહેલા કાશ્મીરથી દિલ્હી આવ્યો હતો અને અહીંથી તે મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈથી બેંગલુરુ થઈને તે ફરી પાછો દિલ્હી પહોંચ્યો હતો. અહીંથી તે કાશ્મીર જવાની તક શોધતો હતો. તે કાશ્મીરમાં ફળોનો મોટો વેપારી છે. પકડાયેલા આતકંવાદીની ઉંમર લગભગ 24-25 વર્ષ છે અને તે અંગ્રેજીમાં એમ.એ. થયેલો છે.