શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ થયો છે. એલઓસી પર ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. આતંકવાદીઓ પાસેથી બે AK-47 અને યુદ્ધ જેવી તૈયારીનો સામાન મળી આવ્યો છે. એલઓસી પાસે બારામૂલાના નૌગામ સેક્ટરમાં સંદિગ્ધ ગતિવિધિ જોવા મળી હતી અને ત્યારબાદ સુરક્ષાબળો સાથે અથડામણમાં બે આતંકવાદી ઠાર માર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે સંદિગ્ધ મૂવમેંટની ખબર પડતાં સેનાએ તેજી સાથે સર્ચ અભિયાન શરૂ કર્યું. પરિણામ સ્વરૂપ બે આતંકવાદીઓનો સફાયો થઇ ગયો છે. આતંકવાદીઓ પાસેથી AK-47 અને ભારે માત્રામાં ગોળા બારૂદ મળી આવ્યા છે. 


સેનાના એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન આ તરફ આતંકવાદીઓને ધકેલવા માટે સતત બેતાબ છે કારણ કે આ વર્ષે પાકિસ્તાન પ્રાયોજિત હજારો આતંકવાદી કાશ્મીર ઘાટીમાં ઠાર માર્યા છે અને તેમની તાકત નબળી થઇ ગઇ છે. પરંતુ એલઓસી પર પેટ્રોલિંગ સાથે તમામ વિસ્તારો હાઇ એલર્ટ પર છે અને અમે તેમનો દરેક પ્રયત્ન નિષ્ફળ કરી રહ્યા છીએ. 


મળતી માહિતી અનુસાર એલઓસીના આ ભાગમાં ઘૂસણખોરી કરતાં આતંકવાદીઓના એક ગ્રુપને લલકાર્યું છે, ત્યારબાદ તેમણે સેના પર ગોળીબારી કરી. મુઠભેડમાં બે આતંકવાદીને ઠાર માર્યા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.