શ્રીનગર: કાશ્મીરમાં એન્ટી-ટેરર ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે. જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં મંગળવારે બાંદજૂ વિસ્તારમાં સુરક્ષાબળોએ 2 આતંકવાદીને ઠાર માર્યા છે. આતંકવાદીઓ સાથે મુઠભેડમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઇ ગયો છે. આતંકવાદીઓ વિરૂદ્ધ સુરક્ષાબળોએ જમ્મૂ કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસને મળતી માહિતી અનુસાર આધાર પર વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આતંકવાદીઓ જે ઘરમાં છુપાયા હતા તેને ઘેરી લીધું અને તલાશી શરૂ કરી કરી તો આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદી ઠાર માર્યા અને એકસીઆરપીએફનો જવાનન ઘાયલ થયો ત્યારબાદ તેને દમ તોડી દીધો. 


જમ્મૂ કાશ્મીરના ડીજીપીએ જણાવ્યું કે પોલીસને મળેલી વિશ્વનીય ઇનપુટના આધારે પુલવામાના બાંદજૂ ગામમાં આજે સવારે સ્થાનિક સેના અને સીઆરપીએફ યૂનિટે મળીને ઓપરેશન ચલાવ્યું. સુરક્ષાબળોએ ઓપરેશનમાં અત્યાર સુધી 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે. ઓપરેશન હજુ ચાલી રહ્યું છે. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube