નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને આજે મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અનંતનાગના બિજબેહરાના બગેંદર મોહલ્લામાં બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા છે. આતંકીઓ સાથે આ અથડામણ સવારે શરૂ થઈ હતી. કહેવાય છે કે માર્યા ગયેલા બંને આતંકીઓ હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતાં. સુરક્ષાદળોને એન્કાઉન્ટરની જગ્યાએથી મોટા પ્રમાણમાં હથિયારો અને ગોળાબારૂદ મળી આવ્યાં છે. આ અંગે પોલીસે કેસ પણ દાખલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનો આજે વારાણસીમાં રોડ શો, એનડીએના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર 


મળેલી માહિતી મુજબ સુરક્ષાદળોને વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...