PM Modi વર્ષ 2022માં સૌથી પહેલાં આ દેશના પ્રવાસે જશે, જાણો સંપૂર્ણ વિગતો
આ અગાઉ પીએમ મોદી ગત મહિનાના અંતમાં ઈટાલી અને બ્રિટનના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે જી-20 અને કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ(CoP-26) ના વૈશ્વિક નેતાઓના સંમેલનમાં ભાગ લીધો હતો.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી વર્ષ જાન્યુઆરીમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) નો પ્રવાસ કરશે. જે 2022માં તેમનો પહેલો વિદેશ પ્રવાસ હશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ પીએમ મોદી ગત મહિનાના અંતમાં ઈટાલી અને બ્રિટનના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે જી-20 અને કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ(CoP-26) ના વૈશ્વિક નેતાઓના સંમેલનમાં ભાગ લીધો હતો.
દુબઈ એક્સપોમાં સામેલ થશે પીએમ મોદી
પીએમ મોદીના પ્રવાસનું મુખ્ય ફોકસ સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ એક્સપો (Dubai Expo) ની મુલાકાત હશે, જ્યાં ઈન્ડિયન પેવેલિયન (India Pavilion)એ લોકોને આકર્ષિત કર્યા છે. ભારત સ્વતંત્રતાના 75 વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યું છે અને એક્સપોમાં 4-માળનું પેવેલિયન દેશની ઉપલબ્ધિઓને દર્શાવે છે. અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકો પેવેલિયન જોવા પહોંચ્યા છે. જેથી કરીને આ પેવેલિયન સૌથી વધુ જોવાનારા પેવેલિયનમાંથી એક તરીકે ઉભર્યું છે.
Viral Video: 24 Carat Gold બર્ગર, કિંમત છે 1000 રૂપિયા પરંતુ તમે મફતમાં ખાઈ શકો છો...જાણો કેવી રીતે
પેવેલિયનમાં 11 પ્રાઈમરી થીમ પર ફોકસ
દુબઈ એક્સપોમાં સ્થિત ઈન્ડિયા પેવેલિયનને બે ભાગમાં વિભાજિત કરાયું છે. પેવેલિયનમાં 11 પ્રાઈમરી થીમ પર ફોકસ કરાયું છે. ભારતના પેવેલિયનના 11 પ્રાઈમરી થીમ જળવાયુ અને જૈવ વિવિધતા, શહેરી અને ગ્રામીણ વિકાસ, સહિષ્ણુતા અને સમાવેશીકરણ, સ્વર્ણ જયંતી, જ્ઞાન અને શિક્ષણ, ટ્રાવેલ અને કનેક્ટિવિટી, વૈશ્વિક લક્ષ્ય, સ્વાસ્થ્ય, કૃષિ અને આજીવિકા ઉપરાંત જળ છે.
યુએઈના ટોચના નેતૃત્વ સાથે કરશે વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) પોતાના આ પ્રવાસ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ પીએમ મોદીએ ઓગસ્ટ 2015, ફેબ્રુઆરી 2018 અને ઓગસ્ટ 2019માં યુએઈનો પ્રવાસ કર્યો હતો. તેમને યુએઈના સર્વોચ્ચ પુરસ્કાર ઓર્ડર ઓફ ધ ઝાયદ (Order of the Zayed) થી પણ નવાજવામાં આવ્યા હતા.
વિદેશમંત્રીએ લીધી હતી ઈન્ડિયા પેવેલિયનની મુલાકાત
આ મહિનાની શરૂઆતમાં વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર (S Jaishankar) એ દુબઈ એક્સપોમાં ઈન્ડિયા પેવેલિયનની મુલાકાત કરી હતી અને દેશના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. અત્રે જણાવવીાનું કે 3.3 મિલિયન એટલે કે 33 લાખ ભારતીયો સંયુક્ત આરબ અમીરાતમાં રહે છે અને ત્યાં મોટો પ્રવાસી સમુદાય છે. જે યુએઈની વસ્તીનો 30 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube