Udaipur killing: કન્હૈયાલાલની હત્યામાં સામેલ આરોપી ગોસ મોહમ્મદ પર મોટો ખુલાસો, સરકાર ચોંકી ગઈ
Udaipur killing : દરજી કન્હૈયાલાલની હત્યાના આરોપી ગોસ મોહમ્મદ (રફીક મોહમ્મદનો પુત્ર) અને રિયાઝ (અબ્દુલ જબ્બારનો પુત્ર) વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે.
Udaipur killing : દરજી કન્હૈયાલાલની હત્યાના આરોપી ગોસ મોહમ્મદ (રફીક મોહમ્મદનો પુત્ર) અને રિયાઝ (અબ્દુલ જબ્બારનો પુત્ર) વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસા બાદ મુખ્યમંત્રી અશોક ગહેલોતે આજે સાંજે 6વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં બધી પાર્ટીઓ સાથે ઉદયપુરમાં દરજી હત્યાકાંડ મામલે ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકાર સતત એ કોશિશ કરી રહી છે કે આ ઘટના બાદ પ્રદેશમાં બનેલા હાલાત વચ્ચે તમામ પક્ષો સાથે મળીને લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવે.
આરોપીને પાકિસ્તાનથી મળેલી છે ટ્રેનિંગ
આરોપી ગોસ મોહમ્મદ 45 દિવસ પાકિસ્તાન રહીને આવ્યો છે. આ ઉપરાંત તે થોડા દિવસ અરબ અને નેપાળમાં પણ રહી ચૂક્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આરોપીને પાકિસ્તાન, નેપાળ અને અરબમાં આવી વારદાતોને અંજામ આપવાની ટ્રેનિંગ મળી હતી.
NIA તપાસ શરૂ
ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યા મામલે NIA એ પણ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. હત્યાકાંડના ગણતરીના કલાકોમાં કેન્દ્ર સરકારે મામલાની ગંભીરતા જોતા પાંચ ઓફિસરોની NIA ટીમ બનાવી હતી. જે ઉદયપુર પહોંચીને તપાસ કરશે. આરોપીઓની પૂછપરછ કરશે. એનઆઈએની ટીમે ઘટનાના દિવસથી જ બંને આરોપીઓની પ્રોફાઈલ ફંફોળવાની શરૂ કરી દીધી હતી. રાજ્ય સરકારે પણ નિર્ણય લીધો છે કે રાજસ્થાનની એટીએસ ટીમ આ મામલે NIA ની પૂરેપૂરી મદદ કરશે.
આરોપીઓને પકડનારા પોલીસકર્મીઓને આ ઈનામ
આ ઉપરાંત રાજસ્થાન સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે બંને આરોપીઓને પકડનારા 5 પોલીસકર્મીઓને ગેલેન્ટ્રી એવોર્ડ આપવામાં આવશે. મામલાની ગંભીરતા જોતા રાજ્ય સરકારે પણ એ નિર્ણય લીધો છે કે આ કેસની આગળની તપાસ NIA કરે. જેમાં રાજ્ય ATS પૂરેપૂરી મદદ કરશે.
આરોપીઓને પકડનારા પોલીસકર્મીઓને પ્રમોશન
મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને રાજસ્થાન સરકારના આ નિર્ણયની જાણકારી આપી. મુખ્યમંત્રી ગહેલોતે કહ્યું કે ઉદયપુરની ઘટનામાં સામેલ આરોપીઓની તત્કાળ ધરપકડ કરનારા પાંચ પોલીસકર્મીઓ શ્રી તેજપાલ, શ્રી નરેન્દ્ર, શ્રી શૌકત, શ્રી વિકાસ અને શ્રી ગૌતમને આઉટ ઓફ ટર્મ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube