Udaipur Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્મમ હત્યાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં અલર્ટ છે. આ ઘટના બાદ રાજ્યમાં અનેક જગ્યાએ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ પણ સામે આવી છે. સુરક્ષા કારણોસર પ્રશાસને અનેક જિલ્લામાં કરફ્યૂ લાગૂ કર્યો છે. આ મામલે જેહાદી ગ્રુપના સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જેના પગલે NIA ના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ઉદયપુર મોકલવામાં આવી છે. આઈબીના અધિકારીઓ કેન્દ્રીય એજન્સીની સાથે મળીને ઘટનાની તપાસ કરશે. આ ઘટના અંગે એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી રહી છે. એવું કહેવાય છે કે દરજી કન્હૈયાલાલે 15 જૂનના રોજ પોલીસને પત્ર લખીને પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને સુરક્ષા માંગી હતી. જો કે પોલીસ તરફથી કોઈ પગલું ભરાયું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિજનોના ગંભીર આરોપ
મૃતક કન્હૈયાલાલના પરિજનોએ પોલીસ પર બેદરકારી વર્તવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે ફરિયાદ બાદ પણ કાર્યવાહી થઈ નહીં. દુકાનના સીસીટવી બંધ કરાયા હતા. ઘટના બાદ કન્હૈયાલાલના ઘરની બહાર પ્રદર્શન કરાયું હતું. પરિજનોએ આ મામલે ન્યાયની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે બંને આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube