ઉદ્ધવ ઠાકરેએ સ્વીકાર્યું, કોરોના વાયરસની ચેન તોડવામાં હજી સુધી ન થયા સફળ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ ઔરંગાબાદની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, મજૂરોના મોતની ઘટનાથી મને ઘણો આઘાત લાગ્યો છે. હું મજુરોથી સંયમ બનાવી રાખવા અપીલ કરું છું. તમારો સંયમ આ સમયે ખુબજ જરૂરી છે. કોઈપણ અફવાને સત્યના માનો. જે મજુરો તેમના રાજ્યમાં જવા માગે છે, તેમને મોકલવામાં આવશે. કોઈ ડરો નહીં, કોઈ ભયભીત ન થાઓ.
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ ઔરંગાબાદની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, મજૂરોના મોતની ઘટનાથી મને ઘણો આઘાત લાગ્યો છે. હું મજુરોથી સંયમ બનાવી રાખવા અપીલ કરું છું. તમારો સંયમ આ સમયે ખુબજ જરૂરી છે. કોઈપણ અફવાને સત્યના માનો. જે મજુરો તેમના રાજ્યમાં જવા માગે છે, તેમને મોકલવામાં આવશે. કોઈ ડરો નહીં, કોઈ ભયભીત ન થાઓ.
આ પણ વાંચો:- દેશમાં કોરોના વાયરસના કેસની ગતી વધુ, ડબલિંગ રેટે વધારી ચિંતા; સરકારે બદલી રણનીતિ
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મુંબઇમાં પણ અફવાઓ છે કે, સેના આવી રહી છે. સમગ્ર મુંબઇ સેનાઓના અંડર આવી જશે. આ વાત એકદમ ખોટી છે. કોઇ આવી અફવાઓ પર ધ્યાન ના આપે. મુંબઇ પોલીસ સક્ષણ છે. મુંબઇ પોલીસની ક્ષમતાને ધ્યાનમાં રાખી જો અમને જરૂર પડશે તો કેન્દ્ર સરકારથી વધારાની પોલીસ ફોર્સને માગવામાં આવશે. જેની જાણકારી જનતાને આપવામાં આવશે. મુંબઇ પોલીસને પણ આરામ આપવાની જરૂરીયાત છે. તેઓ દિવસ રાત કામ કરી રહ્યાં છે.
આ પણ વાંચો:- jihadVsZee: જમ્મુ કાશ્મીરના જેહાદ રિપોર્ટ પર માત્ર કેરળને દુ:ખ કેમ અને જેહાદનું નામ લેવું ગુનો કેમ?
ઠાકરેએ સ્વીકાર્યું કે, કોરોના વાયરસની ચેન તોડવામાં હજુ સુધી અમને સફળતા મળી નથી. તેમણે કહ્યું કે, વાયપસના પ્રસાર સતત વધી રહ્યો છે. હવે તેને તોડવાની જરૂર છે. આપણે બધાએ ભેગા મળીને આ ચેન તોડવી પડશે. હવે વિદેશથી આપણા નાગરિક, બીજા રાજ્યોના આપાણા વિદ્યાર્થી મુંબઇ-મહારાષ્ટ્ર આવશે. તેમના પણ ટેસ્ટ કરવાની જરૂરીયાત થશે. પરંતુ મુંબઇના લોકોના ટેસ્ટમાં કોઈ ઘટાડો નહીં આવે. જે મૃત્યુના આંકડા વધી રહ્યાં છે, તેમાં ઘણા કેસ એવા હતા જે લાસ્ટ સ્ટેજ પર હતા. કેટલાક કેસ તો એડમિટ થતા જ દમ તોડ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 3400 દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે. આપણે ડરવાનું નથી. લડવાનું છે.
આ પણ વાંચો:- ભારતીય સેનાની મોટી કાર્યવાહી! 3-4 પાકિસ્તાની સૈનિકોના મોત, 4 ચોકીઓને કરી નષ્ટ
મહારાષ્ટરના મુખ્યમંત્રીએ કહ્યું કે, આ શિવાજી મહારાજનું મહારાષ્ટ્ર છે. આપણે બધાએ ભેગા મળીને કોરોના વાયરસનો સામનો કરવાનો છે. એક અપીલ કરું છું કે કોઈ પોલીસ, ડોક્ટર અથવા કોરોના વોરિયર્સ પર હુમલો ના કરે નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે. મારી અપીલ છે કે, મહાલક્ષમી રેસકોર્સ, બીકેસી, દાદર, ગોરેગાંવ અને મુંબઇના ઓપન ગ્રાઉન્ડ અને એક્સસીબીશન સેન્ટર પર જે કોરોના ક્વોરન્ટાઇન સેન્ટર બન્યા છે. તેના માટે હોમિયોપેથિક, એલોપેથિક, આયુર્વેદિક ડોક્ટર્સ સામે આવી મહારાષ્ટ્ર સરકારને જરૂરીયાત પડવા પર દર્દીઓને સહાય કરે. આ દુ:ખના સમયમાં આપણે ભેગા મળીને લડવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube