નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી. ગત વર્ષે નવેમ્બરમાં મુખ્યમંત્રી બન્યા બાદ ઠાકરેની આ પહેલી દિલ્હી યાત્રા છે. મુલાકાત બાદ તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે પીએમ મોદી સાથે નાગરિકતા કાનૂન સહિત ઘણા મુદ્દાઓ પર વાતચીત થઇ છે. ઉદ્ધવ ઠાકરેએ NPR (National Population Register)ને લઇને પણ મોટું નિવેદન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'પીએમ સાથે મુલાકાતમાં સારી ચર્ચા થઇ, મહારાષ્ટ્રની જરૂરિયાતોને લઇને ચર્ચા થઇ. પીએમ મોદીએ મને સહયોગ આપવાનું વચન આપ્યું છે.'' શિવસેના પ્રમુખે કહ્યું ''પીએમ મોદી સાથે એનપીઆર, નાગરિકતા કાનૂન પર વાત થઇ. મેં મારી ભૂમિકા સ્પષ્ટ કરી છે. એનપીએઆર, સીએએ પર સામનામાં મેં ભૂમિકા સ્પષ્ટ કરી છે. 


નાગરિકતા કાનૂન પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ''પડોશી દેશના હિંદુ અલ્પસંખ્યકોને નાગરિકતા કાનૂન હેઠળ નાગરિકતા આપવાની છે. નાગરિકતા કાનૂન અને NPRથી કોઇને ડરવાની જરૂર નથી. આ મેં પહેલાં પણ કહ્યું છે કે કોઇને દેશની બહાર કાઢવા માટે કાનૂન નથી. NRC (National Citizenship Register) ફક્ત અસમમાં લાગૂ થશે. NPR એટલે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરથી ડરવાની જરૂર નથી. NRCના મુસ્લિમ વિરોધી હોવાનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ એવું નથી.'


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ''પીએમ મોદી સાથે જીએસટીના વિષય પર પણ ચર્ચા થઇ છે. અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્ર GST ના પૈસા જલદી સરકારને આપે. મહરાષ્ટ્રમાં રાજ્યપાલ અને સરકારમાં કોઇ ટકરાવ નથી. મહારાષ્ટ્રમાં કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ સરકાર ચાલશે. નાગરિકતા કાનૂનના આંદોલનને કોણ ભડકાવી રહ્યું છે, તે તમે જાણો છો, હું દિલ્હીમાં રહેતો નથી. નાગરિકતા કાનૂન અને એનપીઆર વિશે કોંગ્રેસ સાથે વાત કરશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube